Site icon Ek Zalak

#EkZalak503… પૈસો પથ્થરમાં નાખીને સપનાનું ઘર બનાવા કરતા એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરીએ તો ‘સર્જન’ પેદા થાય

#EkZalak503… પૈસો પથ્થરમાં નાખીને સપનાનું ઘર બનાવા કરતા એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરીએ તો ‘સર્જન’ પેદા થાય એવી સાકારાત્મક સોચ ધરાવતા અજુકાકા અંગીયા-વાળાની સુપુત્રી ડો.’ભક્તિને પેન્ટ-ટીશર્ટમાં તમે અને મેં જોયેલી જે આજે અમદાવાદની AIIMSમાં કોરોના (PPE) ડ્રેસમાં દર્દીની સેવામાં સજ્જ..( જટિલ રોગો સામે જૂજતા દર્દીને નોર્મલ ને નજદીક લાવી શકાય અને સમસ્યાનું સમાધાન એ જેમને જીવનમંત્ર બનાવ્યો છે એવા ખેડૂત પુત્રી ડો.ભક્તિબેન અજુભાઈ રૂડાણીની અંગીયા થી અમદાવાદ સર્જન બનવા સુધીની સફર પર કરીએ એક નજર…..)

છ પુત્રીના પિતા અજુકાકા પોતાનો મોટાભાગનો સમય વાડીની ચહલપહલમાં વિતાવે..!!હોન્ડા અને સ્વરાજ ટ્રેક્ટરથી ધડમની તળેટીમાં સ્થિત,ટાંકાના ધર ખોલવા,મોટરુ ચાલુ કરીને મોલને ખાતર-પાણી પીવરાવવામાં દિવસ આખો કાકાનો વ્યસ્તતા ભર્યો વીતે.કાકાને ક્યારે નવરા બેસીને ઓટલે ગપ્પા મારતા જોયા છે..?? મેં તો નથી જોયા.!કેમકે નવરાશની પળોમાં વાંચન સાથે લેખન કાર્યોમાં મશગુલ કાકાને એક વાત હૃદયના ખૂણે કોરી ખાતી હતી..!!પુત્ર ન હોવાનો થોડોક વસવસો હતો પણ પાંચ પુત્રીમાં ભક્તિને નાનપણથી જ છોકરાઓ જેવી હેર-સ્ટાઇલ અને પહેરવેશમાં પેન્ટ-શર્ટ પહેરતા જોઈને જાણે 45 ડિગ્રી કાળઝાળ ગરમીમાં પણ AC જેવો શીતળ ઠંડકનો અહેસાસ એજ હૃદયમાં થવા લાગ્યો..! (દિકરીમાં જાણે દીકરાના દર્શન દર્શયમાન થયા)
અમુક બાળકોને જોઈને શિક્ષકો કહેતા હોય છે કે ‘યે કુછ કર દિખાયેગા’ આ કેટેગરીના લક્ષણો ભક્તિમાં તેના સ્કૂલ ટાઇમથી જ હતા..!!અભ્યાસમાં તેજ,ચતુર અને મગજ સ્ટોરેજની ક્ષમતા ગજબની અને મિત્રો તમને એકવાત કહીશ તો નવાઈ લાગશે..?ભક્તિ સ્કૂલમાં છોકરાઓ સાથે બેસતી..!!બહાર ગામના લોકોને પરખ પણ ન પડે કે આ છોકરી છે..!નાનપણથી જાણે ભક્તિબેન એ મગજમાં જાણે એકવાતની ગાંઠ બાંધી લીધી હતી કે મારા પપ્પા અને મમ્મીને પુત્રની વાતની ઓશિયાળી ક્યારે મહેસૂલ થવા નહિ દઉં અને જીવનમાં એવું કરી બતાવિશ કે પુત્રી પર હરપલ ગૌરવ અને અંતરમાં આનંદ થશે..
અજુકાકા એ પોતાનું પૂરું આર્થિક જોર ભક્તિના એજ્યુકેશન પાછળ લગાવ્યું.સપનાનું ઘર બનાવવા કરતા કાકાએ જાણે ભક્તિને ‘સર્જન’ બનાવવાનું મનમાં થાની લીધું એ સ્ટ્રગલ,મેં મારા નજરે જોઇ છે.ભક્તિનું પ્રાથમિક શિક્ષણ અંગીયા,માધ્યમિક પીરાણા,હરિપર તેમજ 11 અને 12 વાઈટ હાઉસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ -ભુજ ત્યારબાદ ડાકટરી માટે વિદેશમાં ‘યુક્રેન’ ખાતે 6 વર્ષ ઊચ્ચ અભ્યાસ કરીને મેડિકલની દરેક પરીક્ષાઓ પાસ કરીને M.B.B.Sની ડિગ્રી મેળવીને,દિલ્હી ખાતે ‘ઇન્ડિયન મેડિકલ એસોસિએશન’ની ફર્સ્ટ ટ્રાયે પરીક્ષા પાસ કરીને ભક્તિએ આ સિદ્ધિ મેળવતા પિતા અજુભાઈ અને માતા દમયંતીબેન નું આ સફળતાએ જાણે શિર ટટ્ટાર કરી મૂક્યું..!!પરિવાર,સગા-સબધીઓ સાથે નાના-અંગીયાના ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવેલી અને વર્ષ 2019ની 15મી ઓગસ્ટના સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ ડો.ભક્તિ રૂદાણીના હસ્તે કરાવીને સ્કૂલ સ્ટાફે પણ પોતાની વિદ્યાર્થીનું માનભેર સન્માન કર્યું હતું..
શરૂઆતમાં ડો.ભક્તિએ દરરોજ 100 કિલોમીટરનું અંતર કાપીને ભુજની GK જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી. ત્યારબાદ હાલ અમદાવાદની જાણીતી હોસ્પિટલ AIMSમાં સર્વિસ કરી રહી છે અને એ પણ મિત્રો કેવી પરિસ્થિતિમાં..?કોરોના વાઈરસના વધુ કેસો ગુજરાતના અમદાવાદ શહેરમાં છે (દરરોજ સરેરાશ 450ની આસપાસ પોઝિટિવ કેસો નોંધાય છે) જેમણે હરપલ ચેપ લાગવાનો ખતરો છે એવી કપરી પરિસ્થિતિમાં પણ માનવ સેવા એજ સર્વોપરી સૂત્રને સાર્થક કરતા ડો.ભક્તિબેન PPE કિટમાં સજ્જ થઈને પેસન્ટને તપાસી રહ્યા છે..
ભક્તિનો ‘સ્કૂલથી સર્જન’ બનવા સુધીની સફર અને શિખરએ પોહચીને સિદ્ધિ હાશીલ કરીને જે અજુકાકાને હાશકારો હૃદયમાં થયો એનો હું સાક્ષી છું.ડો.ભક્તિબેન તમેં ખરેખર એક પુત્રી તરીકે નહીં પણ પુત્ર તરીકે બાપનું દિલ જીતી લીધું છે.જીવનમાં ભક્તિબેન તમે જબરદસ્ત રહો,મસ્ત રહો અને તંદુરસ્ત રહો તેવી પેજ ekZalakની શુભેચ્છાઓ…
અમારી ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,youtube અને ટ્વિટરની પેજ લિંક નીચે આપેલ છે તો મિત્રો લાઈક અને શેર કરશોજી..
https://m.facebook.com/story.php?story_fbid=2952157534910607&id=1435930009866708
https://www.facebook.com/ManojNiEkZalak/
‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

——————————————————-

# EkZalak503 … You and I saw Dr. Bhakti, the daughter of Ajukaka Angiya-Wala, who has a positive mindset that ‘creation’ is born if we invest in education instead of building a dream house by throwing money in stone. Equipped in the service of the patient .. (Let’s take a look at the journey of Dr. Bhaktiben Ajubhai Rudani, the daughter of a farmer who has become a life mantra to bring the patient who is struggling against complex diseases closer to normal and the solution to the problem from becoming a surgeon in Ahmedabad …..)
           Ajukaka, a father of six daughters, spends most of his time wandering around the farm .. !! .. ?? I haven’t seen it.! Because in my spare time, my uncle, who was busy with reading and writing, had a thing in his heart .. !! There was a feeling of not having a son, but seeing Bhakti in five daughters wearing pants and shirts like boys since childhood. Even in the scorching heat of 45 degrees, the feeling of coolness like AC started to feel in the same heart ..! (As if the vision of the son became visible in the daughter)
            Looking at some children, the teachers say that ‘Yeh kuch kar dikhayega’. The characteristics of this category were in Bhakti from his school time .. !! The ability to be bright, clever and brain storage in study is amazing and friends would be surprised if I tell you all at once ..? Sitting together .. !! The people outside the village don’t even have to know that this is a girl ..! Bhaktiben had tied a knot in her mind from her childhood that I would never let my father and mother get the oasis of my son’s talk and show me in life that Harpal will be proud of her daughter and will be happy in the distance.
         Ajukaka put all his financial energy behind devotional education. Instead of building a dream house, his uncle decided to make devotion a ‘creation’. Struggle, I have seen it with my own eyes. Primary education of devotion Medium School – Bhuj After 6 years of higher studies abroad in Ukraine for doctorate, passing all medical examinations and getting MBBS degree, passing the first try examination of ‘Indian Medical Association’ in Delhi, Bhakti’s father Ajubhai and mother Damayantiben. This success seems to have made the head stand still .. !! The villagers of Nana-Angiya along with family and relatives sent their best wishes and the school staff also paid homage to their student by conducting a flag salute program at the school on 15th August 2019 at the hands of Dr. Bhakti Rudani ..
         Initially, Dr. Bhakti covered a distance of 100 km every day and practiced at GK General Hospital, Bhuj. Since then, the well-known hospital in Ahmedabad is currently providing services in AIMS and also in what condition are the friends ..? More cases of corona virus are in Ahmedabad city of Gujarat (around 450 positive cases are reported every day) who are at risk of getting herpes zoster. Making the supreme formula meaningful, Dr. Bhaktiben is checking the patient equipped with PPE kit.
         I have witnessed the journey of devotion from ‘School to Surgeon’ and the achievement that reached the peak and reached the heart of Ajukaka. Dr. Bhaktiben You have really won the heart of the father not as a daughter but as a son. Bhaktiben in life you be tremendous, be cool And good health page ekZalak wishes …
         The link to our Facebook, Instagram, youtube and twitter page is given below, so friends, please like and share.
https://m.facebook.com/story.php?story_fbid=2952157534910607&id=1435930009866708
https://www.facebook.com/ManojNiEkZalak/
‘Jai Ho’
       
Manoj Waghani ..
(Nana -Angia)
 9601799904

————————————————————–

23.003390572.5638363
Exit mobile version