Site icon Ek Zalak

#EkZalak498…. ગોવામાં ગપ્પા મારવાની જગ્યાએ ગેરેજમાં પડેલ તૂટેલા ટાયરોમાં

#EkZalak498…. ગોવામાં ગપ્પા મારવાની જગ્યાએ ગેરેજમાં પડેલ તૂટેલા ટાયરોમાં દોરીથી દમદાર ડિઝાઇન ક્રિએટ કરતો જીગ્નેશ નાકરાણી..લોકડાઉનમાં વેસ્ટ માંથી બેસવા લાયક બેસ્ટ વસ્તુ બનાવીને સમયનો સદ્ઉપયોગ કરતો ગામ સાયરા (યક્ષનો) જીગો (આપણા ચરણની ચાકરી કરીને કચ્છ થી કણકોલી વ્યવસાય સફરે નીકળેલ રાવણ)

         બોલવામાં એવો મીઠડો કે મોટા ભાઈ – મોટાભાઈ કરીને એવું મોંઘેરું #મખમલી માખણ ચોપડે કે તમને જોડાને પગરખાં લેવાનું મનએ ન હોય અને #વિચાર્યુંએ ન હોય માત્ર સહેજે આંટો મારવા ગયા હો ને એવી ચાય પીવરાવીને ‘ચરણમાં’ ચાકરી કરીને બ્રાન્ડેડ વેરાયટીની વાતું કરતો- કરતો પાછો કે મોટા ભાઈ આ આઈટમ માર્કેટમાં કયાએ નથી..!એવી ‘માલીશ’ કરીને ‘પાલિશવાળા’ પગરખાં પ્લાસ્ટિક બેગમાં પેક કરાવી મૂકે એનો ખ્યાલ સુધા ન રહે એવો જભરો જીગો કલાકાર..!
        #સંઘના વિચારોથી વરાયેલો અને #રાષ્ટ્રપૂજાને પ્રથમ પ્રાથમિકા આપતો સ્વભાવે નિખાલસ અને સૌ સાથે સરળતાથી સેટ થઈ જતો #જીગો #આજકાલ #ગોવા #રાજ્યના #નખત્રાણા નગર જેવડુ ગામડું ‘કણકોલીમાં’ #વ્યવસાયના અર્થે સ્થાઈ થયો છે.#લોકડાઉનમાં ફ્રી બેસવાની જગ્યાએ સમયનો હું કેમ સદ્ઉપયોગ કરું સાથે એ કામની લોકો નોંધ લે અને બે વાતું કે વસ્તુ શીખવા મળે એ વિચારથી #વેસ્ટમાંથી #બેસ્ટ વસ્તુઓ બનાવવા લાગી ગયો છે.
        ગોવા રાજ્યના #ગામડાના #ગેરેજમાં પડેલ તૂટેલ ટાયરોની મરમંત કરીને તેમાં વિવિધ કલરફૂલ કલરો સાથે અવનવી ડિઝાઇન બનાવવીને #ઓફીસ,ઘર કે #હોટેલમાં રાખી શકાય એ લેવલના #સુવ્યવસ્થિત,#ચોખાચનત#સુશોભિત અને #દેખાવદાર બેસવા લાયક વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં વ્યસ્ત આપ નીચે ફોટોગ્રાફમાં જીગ્નેશ નાકરાણી (રાવણ) ને જોઈ શકો છો…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



15.299326574.123996
Exit mobile version