Site icon Ek Zalak

#EkZalak490… દર્દીને જલ્દી સ્વસ્થ અને ઉપયોગી કઇ રીતે બની શકાય એ દિશા પર સતત પ્રયત્નશીલ

#EkZalak490… દર્દીને જલ્દી સ્વસ્થ અને ઉપયોગી કઇ રીતે બની શકાય એ દિશા પર સતત પ્રયત્નશીલ એવા ડો.નિશાબેન સથવારા હાલ હેલ્થ & વેલનેશ સેન્ટર અંગીયા મધ્યે સોમ થી શનિ દરમિયાન કાર્યરત છે..

     કોરોના વાઇરસના કહેરમાં સરકારશ્રી એ સમગ્ર ભારત ને હાલ #લોકડાઉન જાહેર કરેલું છે.મોટાભાગના વાહન વ્યવહારો બંધ છે.ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે..!!જેમને સંક્રમિત થવાના વધારે ચાન્સ છે,પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરતા ડો.નિશાબેન સથવારાને સલામ.દર્દીઓનો યોગ્ય ઈલાજ અને સંતોષ એજ જીવનમંત્ર માનતા મોટાભાગના આ વૈશ્વિક કોરોના વાઈરસના #પોઝિટિવ #દર્દીની સેવા કરતા દરેક #ડોક્ટર મિત્રો,મેડિકલ સ્ટાફ તેમજ #પોલીસ મિત્રો અને નાની-મોટી સેવાઓ કરતા દરેકને દિલ થી #સેલ્યુટ.


    તાવ,ઉધરસ,શરદી,ડાયાબિટીસ ચેકઅપ,લો અને હાઈ બી.પી ચેકઅપ તેમજ અન્ય બીમારીનો ઈલાજ કરતા ડો.નિષાબેન સથવારા ગામ નાના-અંગીયાના હેલ્થ & વેલનેસ સેન્ટરમાં સોમવાર થી શુક્રવાર (10.00 to 4.30) અને શનિવાર (10.00 to 1.00) કલાક દરમિયાન હાજર રહેશે અને સરકારી જાહેર રજાઓ દરમિયાન #દવાખાનું બંધ રહેશે જેની ગ્રામજનો સર્વે નોંધ લેશો અને આ #સરકારશ્રી ના #વિનામુલ્યે હેલ્થ અને વેલનેશ સેન્ટર સેવાનો અચૂક લાભ લેશોજી…


    શરીરથી મોટી કોઈ સંપત્તિ નથી અને આ ભાગદોડની જિંદગીમાં થોડોક સમય શરીરને આપીએ તો ઉંમર 30+ પછી શરીરમાં મેદસ્વીતા પણુ,ડાયાબિટીસ કે બ્લડપ્રેશરનું જોખમ સમયસર ચેતી જવાથી ઘટાડી શકાય છે..!! તો સમયસર આપણા ઘર આંગણે હવે વિનામૂલ્યે ચેકઅપ થાય છે.અને ડોક્ટર નિશાબેન પણ અંગીયા સેન્ટરમાં કાર્યરત છે તો તેમણી સેવાનો સૌ ગ્રામવાસીઓ લાભ લઈએ.અંગીયા ગામમાં આયુષ્યમાન ભારત હેલ્થ & વેલનેશ સેન્ટરમાં સમયસર પોતાની બોડીનું ચેકઅપ કરાવો.
   પોતાની #હેલ્થનું આ #ભયંકર #કોરોના #વાઈરસથી બચવા ખૂબ ધ્યાન રાખવું પડશે સાથે લોકો #માસ્ક પહેરવાનું રાખે અને #ઓટલાઓ પર તેમજ અન્ય જગ્યાએ ટોળું કરીને ના બેસે એવો મેસેજ ડો.નિશાબેન સથવારા આપી રહ્યા છે..
લોકડાઉનમાં પણ અંગીયા અને આજુબાજુના ગામના લોકોની સેવામાટે આપના આ પ્રયત્નને પેજ @EkZalak અઢળક શુભેચ્છાઓ પાઠવે છે.

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Exit mobile version