#EkZalak488.. જર્ની ઓફ જૂનાગઢની ઝુમિંગ ઝલક..સિધ્ધસંત સમાધિમાં લિન હોય તેવી મુખાકૃતિવાળા ગિરનારની ગોદમાં (પોતીકા સાથે પ્રવાસ પાર્ટ – 1)
28 ફ્રેબ્રુઆરીના,આઠ કલાકે ઉપડવાનો મેસેજ હતો પણ નિર્ધારિત સમયથી લકઝરી કલાક ભલે ‘લેટ’ હતી.પણ યુવાનીયા અમે આમ બધા ‘સેટ’ હતા..!!કેમકે કોમેડી કિંગ “કેશરાકાકા” પહેરવેશમાં ઉપર સફારી અને નીચે સ્લીપરમાં ‘સજ્જ’ ને પાછા લાગતા ધજજ હતા..!!😎સફરની શરૂઆત સ્ટેશન પાસે બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની કી જયઘોષ સાથે 45 યુવકમંડલના સભ્યો પોતીકા સાથેનો પ્રવાસ ઉપાડ્યો સૌરાષ્ટ્ર.વડીલ તરીકે નરશીભાઈ,દિનેશભાઇ,કાંતિભાઈ અને કિશોરભાઈ તો શાંતિભાઈની આગેવાનીમાં આગળ વધતી રામાણી ટ્રાવેલ્સની લકઝરીમાં અક્ષયના ગામ ગજાવે એવા નવા નકોર બ્લુટૂથ ‘સ્પીકર પાછલીકોર રમઝટ’ તો કોઈકના કાનમાં ઈયરફોન (આંખે ચમકતા ‘ચશ્મા’ પહેરી બેઠા તા રાતના પાછા ‘બસમાં) બેટરીબેન્ક,કેપરી અને પાંચ સાત થ્રિપિન પ્લગમાં તો માનકુવા સોડા સરબતના સાઈઠ ગ્લાસ પીવરાવવા પરસોતમભાઈ થનગનતા હતા..!!
વાઇટ બ્લ્યુ આછી રોશનીમાં લકઝરીની લોબીમાં ગાદલા પાથરીને રયાનની જમાવટ કરવા બેઠા હતા દેશી ‘કલાકારો’ અને બાકી બધાયે પોતાની સ્લીપિંગ સીટ માંથી વાંદરાની જેમ ડોકાશીયા કરતા ઉત્સુક હતા કાન સાંભળવા. હસમુખા હરેશભાઇનું ખડખડાટ હાસ્ય લકઝરીના ખૂણે ખૂણે પડઘા પછાડવા કાફી હતું..!!કેશરકાકાની કોમેડી વાતું આગળ તો કપિલ શર્માનો કોઇ કલાસ નહીં..!!સફરને સુંવાળો બનાવતી ભાવેશભાઈની શાયરીને હિતેશભાઈ પાંદળાની ટોન મારવાની મસ્કરીભરી મઝાની વાતું કરતા અને જ્યાં ગાડી બ્રેક થાય ત્યાં ચાયની ચૂસકી મારતા-મારતા સવારે 6 કલાકે તો જુનાગઢ ”આંબાવાડી’ (ભક્ત શ્રી આંબા કલ્યાણજી -ધ્રોલ સંચાલિત કડવા પાટીદાર સમાજ- જૂનાગઢ) પોહચી ગયા.
સવારના પાતળી ઠંડકભર્યા વાતાવરણમાં સૌ ફ્રેશ થઇને ઉગતા સુરજે નાસ્તાબાદ ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીની ભવ્યતાના દર્શન કરવા સૌ ઉત્સુક હતા.!!એટલે તળેટીના માહોલની મઝા માણવા સૌ યુવાનીયા ઉગડતી દુકાનું જોતા-જોતા પગપાળા નીકળ્યા,ત્યાં ટોચ દેખાડતું ટેલિસ્કોપમાં અમુક મિત્રોએ પગપાળા પંથ નહીં કપાય એવા વિશ્વાસ એટલે પાંચ રૂપિયામાં ટોચ જોઈને સંતોષ માન્યો..!આગળ વધતા ભવનાથ મહાદેવનું મંદિર અને તેના બેકગ્રાઉન્ડમાં કન્ટ્રકશનનો બેસ્ટ નમુનારૂપે ગેસ્ટહાઉસમાં મોડલરૂપીમોટું શિવલિંગ દૂર ઉભા હોઈએ તોય દેખાયા વગર ના રહે..!!ભવનાથ મહાદેવના લગોલગ રાજા ભોજે બનાવેલ મૂગી કુંડ જે શિવરાત્રીમાં દિગમ્બર સાધુઓ આ કુંડમાં સ્નાન કરે છે. કુંડના મંડળના સભ્યોએ દર્શન કર્યા હતા.
તળેટીથી ચાર -આઠ ભાઈઓ ચારશો પગથિયાં ચડ્યા..!ચારેબાજુ સાગવન અને જડીબુટ્ટીઓના ઝાડથી લહેરાતી વનરાજી(ચોમાસામાં ચક્કર મારવા જેવો ખરો)પક્ષીઓના કલરવ તો બીજીબાજુ વાંદરાની વાયદાઈ અને સ્કૂલ પ્રવાસે આવેલ વિદ્યાર્થીઓના કારણે પગથિયાં પર સારીએવી ભીડ ખરી..!!મંડળના અમુક ભાઈઓ એ તો એન્ટ્રી ગેટ પાસે સેલ્ફી પાડીને સંતોષ માન્યો હતો..!ટોચ સુધી પોહચાય તેમ ન હતું તેથી બધા ઉપડ્યા અમે અશોક શિલાલેખ અને દામોદર કુંડની મહિમા જાણવા..
તળેટી થી જૂનાગઢ સીટી તરફ આવતા રસ્તાપર કુમુદ પર્વતમાં ચારેતરફ ગીચવનરાજી નીચે ખળખળ વહેતી સુવર્ણરેખા નદીના મધ્યભાગમાં ભવ્ય ‘દામોદર કુંડ’ જોવા મળે છે.રાધા દામોદરજીનું શીખરબધ્ધ મંદિર 11મી સદીનું સ્થાપત્યનું બહેતરીન નમૂનો છે.રસ્તે શિવજીના અલગ-અલગ રૂપનો મોર્ડન અવતાર પેઇન્ટિંગ રૂપેનો અદભુત નજારો હાઈ-વે ને બહેતરીન બનાવે છે.ભક્ત નરશી મહેતા આ કુંડમાં સ્નાન કરવાને માટે આવતા.તેના પરથી અંદાઝ લગાડી શકાય કે આ કુંડ કેટલો પૌરાણિક હશે..!!પિતૃ તર્પણ માટે પણ આ સ્થળનું માહાત્મ્ય ઘણું છે.
યાત્રા આગળ વધારતા રોડપર જ રાજા અશોકનો શિલાલેખ આવેલો છે.સમયનો સદઉપયોગ કરીને શિલાલેખ પાસે માત્ર સેલ્ફી જ પડાવી અને જૂનાગઢના જોવાલાયક સ્થળમાં કિલ્લાબંધ ‘ઉપરકોટ’ જોવા નીકળ્યા ત્યાં નો અદભુત નજારો,પંચધાતુથી બનેલ વિદેશી માણેક અને નીલમ તોપની વોર શક્તિ એવું ઘણુંબધું નવઘણ કૂવો,અડીકડી વાવ,ધક્કાબારી વગેરે સ્થળનું વર્ણન પાર્ટ-2 આર્ટિકલમાં આવશે..
‘જય હો’
ફોટો ક્લિક…
મંડળના ઉત્સાહિત યુવાનો..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904