#EkZalak487…. ઘર બેઠા ગાયત્રી હવન કરતા નાનકડા હેતુ મારાજ..(વસુધૈવ કુટુમ્બકમની વાત વાગોળવા જેવી..!!)
વાત છ-સાત દી પહેલાની છે…!!હેતુની નાનપણથી આદત છે.ગામમાં રખડપટ્ટી કરવાની.!!કૌશિક મારાજ તેમના પિતાશ્રી રીતસરના આજની તારીખે હોન્ડા લઈને ગોતવા નીકળે.(હેતુભા થાકે કે ન થાકે પણ કૌશિક મારાજ ઉગમણું – આથમણુંને ઓતરાડુ અને દખનાદુ જોતા-જોતા પેટ્રોલિંગ કરતા કરતા કિલોમીટર પુરા કરી નાખે) લોકડાઉન પછી આ ટાબરીયાઓ મુંજાયા છે કે ઘરમાં બેસીને આખો દિવસ કરે શુ..?ટી.વી પરના સમાચારો જોઇને,સાંભળીને ખરેખર હેતુએ ઇટાલીમાં મરતા કોરોના વાઇરસના દર્દી જોયા પછી આ બાળહૃદય દ્રવી ઉઠ્યું..!(પપ્પા આ વાઈરસ આપણી પાસે તો નહિ આવે ને..?) હું પણ કાંઈક કરી શકુ એવા ઉમદા ભાવથી હેતુ હવનમાં જોડાઈ ગયો.
મારા વતન અંગીયા,મારા પ્રાંતમાં અને દેશમાં કે વિદેશમાં આ કાળમુખો કોરોનારૂપી વાઈરસના નકારાત્મક પ્રભાવને કેવી રીતે રોકી શકાય અને વાતાવરણમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર થાય એવા પ્રયાસ રૂપે કચ્છ બ્રાહ્મણ કર્મકાંડ મંડળ દ્વારા પોતાના ઘેર એકી ટાઈમે,એકી દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજના પૂજારી શાસ્ત્રી કૌશિક મૂળશંકર જોશી અને તેમનો ગામ આખાનો ચાગલો પુત્ર હેતુ આ હવનવિધિમાં સડસડાટ સંસ્કૃત શ્લોકોનું પઠન કરતો આપ નજરે જોઈ શકો છો..!!
વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે આખા અંગીયાનું કલ્યાણ થાય એ હેતુથી નવરાત્રી દરમિયાન જાપ અનુષ્ઠાન સાથે દરરોજ હવન અને આઠમના દિવસે વિશેષ નિયાણીને જમાડવામાં આવી..
કચ્છ બ્રાહ્મણ કર્મકાંડ મંડળના આ પ્રયાસને પેજ @EkZalakની અઢળક શુભેચ્છાઓ અને હેતુને હવન કરતો જોઈને ખરેખર ઈશ્વરીય અનુભૂતિનો અહેસાસ થયો.!!
‘જય હો’
ફોટો સેન્ડર..
શાસ્ત્રી કૌશિક જોશી..
નાના-અંગીયા
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904