#EkZalak486…. કોરોના વાઈરસ સામેની લડતમાં હુસેનભાઈ બકાલીની અનોખી પહેલ..!! ઓટલે ઓઇલ રેડીને લાપરવાહ લોકોને કોઈપણ ભોગે બેસવા ન દેવા.. (સેનેટરાઈઝ સ્પ્રેબાદ શેરીએ-શરીએ ‘સ્પીકરથી’ લોકોને માહિતગાર કરતા સરપંચ ઇકબાલ ગાંચી)
અભણ માણશો હોય એને તમે સમજાવી શકો પણ ખરેખર જે લોકો માહિતગાર છે.ચાર ચોપડી ભણેલા ગણેલાને હાથમાં મોબાઈલ એટલે વિશ્વમાં ફેલાયેલા વાઈરસથી વાકેફ છે આવા ઢોંગ કરતા લોકોને સમજાવા આજકાલ કોરોના વાઇરસથી જેમ છાતીમાં મુંજારો થાય એવો જ સરપંચો અને જાગૃત લોકોને થાય છે..!!
કોરોના #વાયરસની વાત ઓટલે બેસીને #ગામડિયા લોકો પાછી કેવી કરે..??ચાઇનાવારો વાઇરસ બોરો ખતરનાખ આય..!પણ આપણી અગડ પ્રજા માને ખરી.?ઘરમાં ની જ બેસે..!!(અરે ભાઈ તમે બેસવાનો #પ્રયત્ન કરો લોકો આપોઆપ બેસી જશે)ગામ #મોટાઅંગીયાના #જાગૃત #નાગરિક #હુસેનભાઈ #બકાલી આ #લોકડાઉનમાં લોકોને છેલ્લા ચાર થી પાંચ દિવસ રીક્વેસ્ટ કરી-કરીને થાક્યા પણ આ ઢોંગ કરતી કોરોના થી પણ વધારે ડંખીલી પ્રજા સીધીલીટીમાં સુધરે ખરી…??
હુસેનભાઈ બકાલીએ ઓટલે ઓઇલ રેડીને કાળા અને ચીકણા કરેલા ઓટલા પર કોઈપણ ભોગે ન બેશે અને આ 21 દિવસનું લોકડાઉનમાં ઘરે કેવી રીતે બેસે એ ઉમદા હેતુથી પોતે સુરક્ષિત રહે અને પ્રજાપણ..!!
કોરોના સામેની લડતમાં આ #નવતર હુસેનભાઈ બકાલીના પ્રયાસને પણ સલામ.મોટા અંગીયાનો માત્ર છેલ્લા 3 #વર્ષમાં #વિકાસના #કાર્યોથી નકશો બદલી નાખનાર યુવા સરપંચ #ઇકબાલગાંચી પણ ગામના લોકો કોઈપણ ભોગે આ વૈશ્વિક મહામારીનો ભોગ ન બંને તે માટે સતત પ્રયત્નશીલ છે અને ગામ અખામાં લાઉડસ્પીકરથી કોરોના વાઈરસ જાગૃતિ સંદેશો આપતો રીક્ષા ગામની ગલલીમાં ફેરવ્યો હતો.સાથે લોકડાઉન દરમિયાન મોટા અંગીયા ગામના પાંચ #યુવાનો #સ્વયંસેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગામ પૂરતા જે જગ્યાએ લોકો ભીડ કરીને બેસતા લોકો પર #ચાંપતી નજર રાખવા અને ગામના બે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવ્યા છે તેવું સજાગ,તટસ્થ સરપંચશ્રી ઇકબાલ ગાંચીએ ટેલીફોનીક ચર્ચામાં જણાવ્યું હતું..
#ગામેગામ હુસેનભાઈ જેવા જાગૃત નાગરિકો પોતાનું પાણી બતાવે તો…??ઓટલે એક માણસ ન બેસે એની ગેરેન્ટી..!!21 દિવસ સરકારશ્રી ના આદેશનું ચુસ્તપણે પાલન થાય એવી આપ સૌ પાસે પેજ #EkZalak આશા અને અપેક્ષા..
‘જય હો’
ફોટો સેન્ડર..
ઇકબાલ ગાંચી
સરપંચશ્રી મોટા અંગીયા
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904