#EkZalak485…. ગામડાઓના ઓટલા પરની ભારે ભીડ કોરોના વાઇરસને આપી રહી છે ખુલ્લું આમંત્રણ.નોવેલ કોરોના વાઈરસની સ્પેશિયલ કોઈ મેડીસીન નથી અને વિશ્વભરના વૈજ્ઞાનિકો મેડીસીનની શોધમાં મથી રહ્યા છે એવા સમયે આપ સૌને અપીલ (#વડાપ્રધાનની વાત આ લોકોને વાયદાઈ લાગે છે એટલે #પોલીસ #પ્રશાસન #ઝડપથી એક્શન લે તેવી આશા) એકવાર જરૂર થી મેસેજ વાંચો મિત્રો..
       આ #આર્ટિકલ વાંચીને અમુક લોકો મારા પર રીતસરના ગુસ્સે થશે..!!(સામે કદાચ ઘરમાં બેઠેલ માતા,બહેનો અને ભાભીનો રાજીપો અને આર્શીવાદ પણ મળશે) જે લોકોને આ વાત લાગુ પડે છે એ પાછલા દિવસોમાં બળાશ પણ કાઢશે..!!સાચું ને..?મને મંજુર છે.ગુસ્સો કરવો સાલો સ્વભાવમાં નથી પણ આજે અંતરાત્મા પોકારી ઉઠ્યો કે કોઈક ને તો આવાજ ઉઠાવવો જ પડશે કેમકે પોતાના લોકોને જોઈને એમ થાય છે,જે થાય છે એ ગલત છે.અત્યારે તમે એજ્યુકેટેડ,લોકોમાં તમારી આગવી છાપ છે સાથે સારી એવી બિઝનેસમાં પકડ છે એ લેવલના હોંશિયાર લોકો તમે ઓટલા પર ભીડ કરીને બેઠા છો કેટલું યોગ્ય છે..??


    ‘ધ પ્રિન્ટ’ અખબારનો દાવો છે કે #ભારતમાં #લોકો #બેજવાબદાર રહ્યા તો મેં મહિના સુધીમાં તો 10,00,000/- (દશ લાખ) લોકો કોરોના વાઈરસથી સંકમિત થઈ ચુક્યા હશે અને 30,000/-થી વધારે લોકો મૃત્યુ પામ્યા હશે..!! (કદાચ આમાંથી કોઈ આપણું સ્વજન,વહાલસોયુ કોઈકની #બેદરકારીથી #મૃત્યુ પામશે તો સહન થશે..?)
       35 દિવસ પહેલા #ઇટાલીમાં #કોરોના #પોઝિટિવનો માત્ર 1 કેશ હતો અને અત્યારે 86,500/- અને તેમાં પણ 7,000/-થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને લોકો ડેથબોડી ઉઠાવવા તૈયાર નથી..!!આ નોવેલ કોરોના વાઈરસ કેટલો ઘાતક છે તમે લોકો સોશિયલ મીડિયાના #માધ્યમથી પળેપળની #અપડેટથી #માહિતગાર હોવા છતાં કઇ લેવલની #મુર્ખામીનું આપણે #પ્રદર્શન કરી રહ્યા છીએ..?
       શરૂઆતી સમયમાં આ વાઈરસના #લક્ષણોની #શરીરમાં ખબર નથી પડતી અને જ્યારે ખબર પડે છે ત્યારે તમારાથી બન્ની શકે આખા ગામના લોકો સંક્રમિત થઈ ચુક્યા હોય..!!આપણે અત્યારે એવું લાગશે કે કાઈ ન થાય પણ જ્યારે થશે ત્યારે આપણે સૌ #હોસ્પિટલના બેડ ગોતતા હશું અને સાયડ એવું પણ બંને કે ગોત્યા પણ ન જડીએ..!!ઇટાલીમાં પણ આપણી જેમ બેદરકારીમાં કેટલાયે લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ભારતમાં અત્યારે 700+ પોઝીટીવ કેશ નોંધાના છે અને #ગુજરાત 40+ અને આવનાર #સમયમાં કેશ વધવાની શક્યતાઓ નકારી ન શકાય..!!
       #આજુબાજુના #ગામની શુ પરિસ્થિતિ છે એ મને ખ્યાલ નથી એનું કારણ એ કે વાહન વ્યવહાર બધોય બંધ છે..!મારા ગામ અંગીયાની જ વાત કરું તો #લાઈબ્રેરી પાસે,#વથાણચોક માં અને ગામની બે-ત્રણ જગ્યાઓ પર ભીડ જોઈને એવુ જરાય ન લાગે કે (લોકડાઉન કે કર્ફયુ )છે..જો ઓટલા પરની ભીડ આમને આમ જ રહી અને વડાપ્રધાનની વાતને ગંભીર ન સમજી તો આવતા દિવસોમાં વારો આપણો એ ઇટાલી જેવો આવાનો છે..!!(હજુ પણ સમજી જવાની અને જાગી જવાની અને ચેતી જવાની ખાસ જરૂર છે)
      21 દિવસ પોતાની જાતને ચાર દિવાલ વચ્ચે કેદ કરવી નાનીસૂની વાત નથી.હા સહનશીલતા માંગી લેવો સમય છે.પણ મિત્રો #ઓનલાઈન ludo,#ક્રિકેટ રમતો અને ઓટલે રયાન કરશું પણ અત્યારે યોગ્ય સમય નથી.અત્યારે મોદીબાપાની વાતને વળગી રહીને #ઘરે #રહેવાનો #અવસર છે.હજુ પણ ચેતી જાઓ અને તમને #હાથજોડીને #વિનંતી
કોરોના વાઈરસ પ્રત્યેની તમારી #લાપરવાહી ગામ આખામાં #લાશો બિછાવવવા કાફી છે..મારો ભાઈ હોય કે ભાઈબંધ જેઓ ઓટલે ભીડ કરી બેસે છે એ તમામ લોકો અંગીયાના હોય કે અન્ય ગામડાના આ મેસેજ દરેક બેદરકાર લોકોને લાગુ પડે છે..
જેવો વાઈરસ એવી વાત ”ભાઈ વાત કોરોના વાઈરસની છે એટલે કડવી જ લાગશે

”જય હો’
 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *