#EkZalak484….. ગામની ગલ્લીઓમાં ‘સેનેટરાઇઝ સ્પ્રેના” છંટકાવ કરી રહેલા અત્યાધુનિક સ્પ્રે ટેન્કરો (અંગીયા નાના-મોટા તેમજ કોટડા (જ) અને નજીકનું ગામ નાગલપર)
ગામેગામની સાથે શહેરો અને નગરોમાં હાલ નોવેલ કોરોના વાઇરસના કારણે સરકારે લોકડાઉનથી એક સ્ટેપ ઉપર એટલે કર્ફયૂ જેવું જાહેર કરેલ છે.આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગામની જવાબદારી પ્રથમ નાગરિક એટલે સરપંચ પર વધારે રહેલી હોય છે..!!ગામ સુરક્ષિત રહે તેમજ લોકો પોતાની ફરજ સમજે સાથે બેદરકારી ન દાખવે એવી જેમના પર જવાબદારીયો છે.લોકોને સતત અપીલ કરી રહ્યા છે, તમારો સાથ અને સહકારની ખાસ જરૂર છે.તમે ઘરે રહો એજ અપેક્ષા..
નોવેલ કોરોના વાઈરસ ગામમાં ફેલાય એ પહેલા તકેદારીના પગલાં રૂપે આજરોજ ગામ નાના-મોટા અંગીયા તેમજ નજીકનું નાગલપર અને કોટડા જડોદર સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરવા ટ્રેક્ટરો કામે લગાડ્યા હતા.નાના અંગીયાના સરપંચ તુલસીભાઈ અને ઉપસરપંચશ્રી મણિલાલભાઈ મેઘાણી સાથે ગામના હોશીલા યુવાનીયાઓ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત થયા હતા.તો મોટા અંગીયાના ઉત્સાહિત સરપંચ ઇકબાલભાઈ કેમ પાછળ રહે..?સવારના આખાય ગામમાં સ્પ્રેની સાથે લોકોના સંપર્કમાં રહીને કોરોના વાઇરસની ગંભીરતા સમજાવી હતી.!નજીકના ગામ નાગલપરમાં એક્ટિવ યુવાન દિનેશભાઇ ધોળું અને કોટડા જડોદર મધ્યે પળેપળની માહિતી આખા ભારતમાં પોહચાડતા ઈશ્વરભાઈ ભગતે ફોટો અને વિડીઓથી માહિતગાર કર્યા હતા.
રાષ્ટ્રીય કાર્યમાં જોડાયેલ તમામ યુવાનભાઈઓ જે પોતાની સેવા અદા કરે છે તે સર્વેનો પેજ #EkZalak શુભેચ્છાઓ પાઠવે છે..
‘જય હો’
ફોટો સેન્ડર
ઈશ્વરભાઈ ભગત,ઇકબાલ ગાંચી,
દિનેશ ધોળું,તુલસી ગરવા,
શરદ પોકાર..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904