#EkZalak480….. કોરોનાની ઘરગથ્થુ ઉપચાર સાથેની દેશી હાક (હાકલ)
આજે દુનિયાની ગતિવિધિઓ જાણવા હું અને તમે ખાસ કરીને સોશિયલ મીડિયાના સહારો લેતા થઈ ગયા છીએ..!જ્યારે facebook,whatsapp કે instgramનો જન્મ નોતો થયો એવા સમયે ખાસ કરીને ગામડાઓમાં દેશી હાક (હાકલ) બોલાવી ને ગ્રામજનો ને માહિતગાર કરતા આવા દ્રશ્યો નરીઆંખે અમે ટાબરીયા હતા ત્યારે ગામડામાં જોયા છે.
સરસ મઝાના પોતાના અંદાઝમાં,ખાસ લહેરકામાં ઉચ્ચા સાદે લોકોને પોતાના વ્યસ્ત કામમાં સાંભળવા મજબૂર કરે..!!નિતનવી વાત જાણવા ઉત્સુકતા જગાડે એ રીતની 90ના દાયકામાં તેમજ 2001ના ભુકંપબાદ એકાદ-બેવર્ષ અમારા ગામ અંગીયામાં ”નથુબાપા રબારી” હાક પાડતા.વર્ષ દરમિયાનના તહેવારો તેમજ ગામની અનેક નવાજુની પ્રવૃત્તિઓ હાક પાડીને માહિતગાર કરતા.
માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને અનેક સોશિયલ,આરોગ્યની ટીમો આ કોરોના વાયરસની મહામારી ન ફેલાય તેનું સંક્રમણ કેમ અટકાવવી શકાય એ દિશામાં યુદ્ધના ધોરણે લોકોને માહિતગાર કરવામાં આવે છે.ત્યારે આજે પ્રથમ વખત એવું બન્યું છે કે મોબાઇલની કોલરટ્યુન સુધા કોરોના વિશે આપણે સૌને ચેતવણી આપે છે,તો આ ગંભીર બાબતને હળવાશથી ન લઈએ અને આપણે સૌ સરકાર શ્રીના નિયમનો ચુસ્તપને પાલન કરીએ એવી સૌ ભારતવાસીઓને પેજ @ekzalakની અપીલ..
દેશી હાક પાડતો વિડિઓ મને જાણીતા પત્રકાર રમેશભાઈ સોનીએ સેન્ડ કર્યો છે…
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904