Site icon Ek Zalak

#EkZalak479….. ”સખીખીઇ – સહેલીલી,એ હાલો પાછા મળીએ હોસ્ટેલની હવેલીલીઈઇ”

#EkZalak479….. ”સખીખીઇ – સહેલીલી,એ હાલો પાછા મળીએ હોસ્ટેલની હવેલીલીઈઇ” સ્કૂલ સમયની સખી સાથે ‘સેલ્ફી’ લેવાનો પાટીદાર કન્યા છાત્રાલય નખત્રાણામાં અવસર. મે મહિનામાં મેળાવડો કરવાનો ચુકતા નહિ..!!!! Shri Abkkp Samaj (અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા 1994 મા શરૂ કરેલ કન્યા ”છાત્રાલયને’ આ વર્ષે 25 વર્ષ કમ્પ્લીટ)

       ફોન ઉપર તો વાતો કરવા કલાકો પણ ઓછો પડે છે ને..??દર વખતે એક જ ફરિયાદ હતી કે હોસ્ટેલના પાંચ વર્ષ પુરા કર્યા પછી આપણે બેનપણીઓ ફરી ક્યારે એક સાથે મુલાકાત થઈ નથી.સાથે ક્યારે મળીશું.?કોઈક બેઠુંછે
,#બેંગ્લોરમાં,#રાયપુરમાં,#નાગપુરમાં,#કલકત્તામાં,#મુંબઈમાં,#પૂનામાં,#ગોવામાં,#હૈદરાબાદમાં તો કોઈક છે વતન કચ્છમાં.અનિતા,વનિતા,રમીલા,સવિતા,પૂજા,રેખા,લતા ભારતી,નેહા,રિમ્પલ,મનીષા ચાલને આપણે આપણી #નખત્રાણા #પાટીદાર #છાત્રાલયને 25 વર્ષ પૂર્ણ થાય છે,એ સેલિબ્રેશનમાં રૂબરૂ મળીએ..?આવશો ને…?A.B.K.K.P (#અખિલ #ભારતીય #કચ્છ #કડવા #પાટીદાર #સમાજ#કન્યા છાત્રાલયમાં #અભ્યાસ કરી ગયેલ દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ રજત જયંતિ ઉત્સવમાં બોલાવી રહ્યું છે..!! સાચે બે દિવસ ખૂબ મઝા પડશે..!!જુના સંસ્મરણો તાજા કરવા સખીઓ આવશો ને…??
      સખીઓ જૂની યાદોને તરોતાજા કરવાનો અવસર આવી રહ્યો છે..!!સાથે મળીને અલક મલકની વાતો કરશુંને સેલ્ફી લેશું..!હોસ્ટેલમાં કોઈક સવારે સાડા ચારે ઉઠતું તો,કોઈક બ્રશ કર્યા વગરનું બેસતું..!બોર્ડની બોરિંગ પરીક્ષામાં આખી રાતુના વાંચનના ઉજાગરા કરતું તો કોઈક ચોરીછુપી દાબેલી મંગાવતું..!!તો કોઈક ગૃહમાતાની હાકલથી હાફતું ને લોબીમાં સૌની સામે ‘મુર્ગો’ પણ બનતું આ બધીએ અલક-મલકની વાતુઓ મેં મહિનાની 16 અને 17 તારીખે જે #સખીઓ છાત્રાલયના પ્રોગ્રામમાં આવશે એ કરવાની છે.અને 100% છૂટી પડતી વખતે આંખોના ખૂણા ભીના થયા વગર રહેવાના નથી..!!એક સમયે માશૂમ લાગતા ચહેરાઓને ફરી પાછા રૂબરૂ જોવાની તક આપણા સમાજે રજત જયંતિ રૂપે આપી છે તો જરૂર પધારજો..
વડીલોને વિચાર તે સમયે આવેલો કે કન્યાની કેળવણીનું શુ..??1 થી 7 પ્રાથમિક શિક્ષણ તો ગામ અને ઘર આંગણે સ્કૂલમાં મેળવવી શકાતું પણ 8 થી 12 કે કોલેજનું શુ…? નખત્રાણાની આજુબાજુના 35સેક કિલોમીટરના એરીયામાં વિસ્તરાયેલા ગામડાઓની દિકરીયું ને અપ-ડાઉન ન કરવું પડે અને ઉચ્ચકક્ષાનું શિક્ષણ મળી રહે તે માટે રહેવાની સગવડ,વ્યવસ્થાના ભાગરૂપે નખત્રાણા મધ્યે “પાટીદાર કન્યા છાત્રાલય” બનવવાનો વિચાર 25સેક વર્ષે પહેલા સમાજના બુદ્ધિજીવીઓ,વડીલો અને સમાજમાં ખૂટતી કડીનું હંમેશા ચિંતન કરતા સામાજીક આગેવાનો આવેલ..!!
       તે સમયે દીકરીને અભ્યાસ તો કરવો હતો પણ સ્કૂલમાં સમયસર પોહચવું,એ અપ-ડાઉનનો મુજવતો મોટો પ્રશ્ન હતો..!!(આજની દીકરીને એ ખ્યાલ નહીં આવે કેમ કે આજે તો સ્કૂટીથી સ્કૂલ પોહચી જવાય છે ને..?)તે સમયે ઘરનું વાતાવરણ પણ આટલું ફ્રી ક્યાં હતું..??દીકરીને ઘરથી 5 થી 35 કિલોમીટર સુધી દરરોજ અપ-ડાઉન કરવા એકલી મૂકી શકાય એટલી માં-બાપની હિંમત ન હતી.!!(કેટલીય ટેલેન્ટેડ દીકરી 1994 પહેલા હોસ્ટેલના અભાવમાં અભ્યાસ થી વંચિત રહી હશે..?)
છાત્રાલયના સહારે શિક્ષિત બન્ની શકે એવું ઉમદા હેતુથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે 1994માં નખત્રાણા મધ્યે કન્યા છાત્રાલયનું નિર્માણ કરાવ્યું અને આજે 25 વર્ષ પુર્ણ થતા રજત જયંતિ ઉત્સવ 16-17 મેં 2020ના બે દિવસ ઉજવણી કરવા જઈ રહ્યું છે.તો ભૂતપૂર્વ છાત્રાલયના સહારે અભ્યાસ કરી ચૂકેલ દરેક દીકરીને સ્થાનિક સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યા છે.તો દરેક દીકરી આ રૂડાં અવસરે પધારશો અને આ પ્રસંગને શોભાવશો એવી પેજ @ekzalakની અપેક્ષાઓ…
      પ્રોગ્રામ દરમિયાન દિકરીયુની જૂની યાદોને વાગોળશે લાઈવ ઇન્ટરવ્યૂ દ્વારા Nitin Patel Amar ”નીતિન ભાદાણી’
મિત્રો આ આર્ટિકલ અને વિડીઓને વધારેમાં વધારે શેર કરશો જેથી છાત્રાલયમાં અભ્યાસ કરેલ દરેક દીકરી સુધી આ મેસેજ પોહચતો થાય અને એને જૂની બહેનપણી સાથે મિલાપ થઈ શકે સાથે આ યાદગાર પ્રોગ્રામની સાક્ષી બની શકે..

‘જય હો’

બેકગ્રાઉન્ડ વોઇસ…
#કાજલ પટેલ Kajal Ramani

”બ્રાઉઝર સેન્ડર”
નરશીભાઈ શામજી પોકાર Narshi Patel
રમેશ માવાણી

 મનોજ વાઘાણી.. Manoj M Vaghani
(નાના-અંગીયા)
9601799904



Exit mobile version