#EkZalak478.. વથાણચોક મધ્યે હોળીમાં ગ્રામજનો અને વુમન્સ-ડેની ઉજવણીમાં સમાજજનો વ્યસ્તતા ભરી અંગીયાની એક ઝલક…

        #કોરોના #વાઈરસના વાઇરલ મેસેજને ધ્યાનમાં રાખીને ગામ અંગીયાના યુવાનીયાઓ ઘુનેટીનો રંગારંગ કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.વર્ષોથી પરંપરાગત રીતે વથાણચોક મધ્યે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.શાસ્ત્રી કૌશિકભાઈ જોશીના મંત્રોચ્ચાર વચ્ચે શિવ મંદિરના પૂજારી પ્રધાનપુરી ગોસ્વામી તેમજ ગામના ઉપ-સરપંચ શ્રી મણિલાલ મેઘજી મેઘાણી એ હોળી પ્રગટાવી હતી..


        સામાજીક ક્ષેત્રે લક્ષ્મીનારાયણ સમાજવાડીમાં લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા ‘વુમન ડેની’ ઉજવણી કરવામાં આવી હતી.મહિલાઓ દ્વારા મનોરંજન થી ભરપૂર નોખી-અનોખી રમતો રમાડવામાં આવી હતી.જેમાં નાની ઉમરથી લઈને મોટી ઉમરની મહિલાઓ એ હોંશભેર ભાગ લીધો હતો એ આપ નીચે તસવીરોમાં જોઈ શકો છો..

‘જય હો’

ફોટો ક્લિક…
અંકિતા ચોપરા, ક્રિષ્ના પારસિયા

ફોટો સેન્ડર..
ભગવતીબેન ખીમજીભાઈ પારસિયા

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *