#EkZalak474.. શાંતિધામ સંકુલમાં બાળ સંસ્કાર કેન્દ્રના કોમ્પિટિશનમાં “સંસ્કૃત શ્લોક સ્પીકિંગમાં સર્વશ્રેષ્ઠ સિયા સુરેશભાઈ…”

     ભારતીય વૈદિક સંસ્કૃતિને જાળવી રાખવા તેમજ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાયએ હેતુસર દર શનિવારે સાંજે અનેક ગામોની સમાજમાં (જે લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ-દેશલપર પ્રેરિત છે) બાળકોને પ્રાર્થના,સ્તુતિઓ તેમજ કંઠસ્થ શ્લોકો અને તેના સ્પષ્ટ ઉચ્ચારણો અને ઉપદેશનો અભ્યાસ કરાવવામાં આવે છે..
    પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છીએ ત્યારે આપણી વૈદિક સંસ્કૃતિ અને ભારતીય પ્રાચીન સભ્યતાને આજની પેઢી ભૂલતી થઈ છે..!!એવા સમયે ફરી જાગૃત કરવા માટે સમાજના મોભીઓ,વડીલો,સંતો તેમજ સંસ્થાઓ દ્વારા બાળકોમાં નાનપણથી જ આ વૈદિક પરંપરાના બીજ રોપાઈ જાયને પાયો મજબૂત થાય એ ઉમદા હેતુથી બાળ કેન્દ્રમાં બાળકોને શ્લોકો,પ્રાર્થના,સ્તુતિ વગેરે ધર્મ જાગૃતિના પાઠ શીખવાડવામાં આવે છે.
     કચ્છના અનેક ગામોમાં લક્ષ્મીનારાયણ સંસ્થાન -દેશલપર સંચાલિત બાલ કેન્દ્ર ચાલે છે.આ દરેક બાળકેન્દ્રનું કોઈક ધાર્મિક જગ્યાએ કોમ્પિટિશન ગોઠવવામાં આવે છે.આ વખતે શ્રી શાંતિધામ ખેતાબાપા સંસ્થાન- વિથોણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામેંગામથી બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.તેમાં નાના અંગીયાની શિયા સુરેશભાઇ રૂડાણીએ શ્લોક સ્પીકિંગમાં નંબર વન રહીને નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજનું ગૌરવ વધાર્યું હતું…
    પોતાના કિંમતી સમય માંથી સામાજીક ક્ષેત્રમાં પોતાનું યોગદાન અને મહેનત બાલ કેન્દ્રની કાર્યકર બહેનોની દેખાઈ છે.અંગીયા લક્ષ્મીનારાયણ સમાજનું સંચાલન કરતા માયાબેન ઘનશ્યામ શિવજીયાણી,ચંદાબેન રમેશભાઈ મેઘાણી,જ્યોતિબેન અરવિંદ રૂડાણી અને કલ્પનાબેન હિતેશભાઈ મેઘાણી આ બહેનો દ્વારા નાના-નાના ભૂલકાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *