#EkZalak473… વાત વેજીટેબલ ફાર્મર વિજુભાઈ પેઇન્ટરની..!!છેલ્લા 12 વર્ષથી પગથિયાંથી પરિસર અને પ્રદક્ષિણાથી પ્રટાગણ સુધી સંપૂર્ણ પારેશ્વર મહાદેવ મંદિરને પુષ્પોનો શણગાર કરતા શિવભક્ત વિજય જેઠાલાલ શિવજીયાણી (સીતારામ)
દરેક ગામમાં રહેતા વ્યક્તિઓ કે મોટી હસ્તીઓ એક હુલામણા નામથી જાણીતા હોય..!!ગામડામાં પ્રોપર નામથી તમારી ઓળખાણ હોય એવું બહુ ઓછું બંને..!!(ભાગ્યેજ બંને) ગામ અંગીયામાં વિજય નામના આમતો છ-સાતથી વધારે વ્યક્તિઓ છે.ગામની અથવા પરગામની વ્યક્તિ એડ્રેસમાં પૂછે વિજયને ઓળખો છો..??સ્વાભાવિક છે અંગીયાની વ્યક્તિના મનમાં બધા વિજયની છબી વિજયુલાઈઝેશન થાય અને તરત એમ જ પૂછે કે કયો વિજય..?પૂછનાર કહે કે પેઈન્ટર એટલે મગજનું સ્ટાર્ટર સીધું શિવજીયાણીને સ્ક્રીન પ્લેય કરી દે..!!
મળનાર દરેક વ્યક્તિને સીતારામથી સ્વાગત કરતા સહજ,સરળ અને હસમુખા #વિજુભાઈ 90ના દાયકામાં #કચ્છનો ધમધોખાત ચાલતો #ટ્રાન્સપોર્ટ વ્યવસાય સમયે પેઇન્ટિંગ ક્ષેત્રે પોતાનો હાથ અજમાવેલ.નખત્રાણા મધ્યે #પેઇન્ટિંગ #કારખાનામાં ટ્રેક્ટર ટ્રોલીથી ટ્રકની બોડીને પોતાની કલાત્મક પીંછીના રંગોના વસ્ત્રોથી #સુશોભિત કરેલ.મનમાં નિર્માણ ચિત્રોને કાંડાના સહારે પીંછી વડે સુંદર અને મનમોહિત પેઇન્ટિંગ માટે જાણીતા વિજુભાઈ તે સમયે અને આજે પણ જો હાથ અજમાવે તો આબેહૂબ તસ્વીરો કંડારે છે..!!દિવાળીની ‘બિગ’ રંગોળીની ‘આકૃતિ’ તો અંગીયાના મોટા ઉત્સવો પ્રસંગે શેરીની દિવાલો પર વિજુભાઈ પેઇન્ટ કરેલ ઉપદેશક ‘સ્લોગન’ આજે પણ ચાડી ખાય છે..!!
2000ના સમયબાદ ઓર્ગેનિક ખેતી તરફ ખેંચાણ ધરાવનાર વિજુભાઈના ઓર્ગેનીક વેજીટેબલ હેલ્દી ફ્રુટ અને શાકભાજી પ્રખ્યાત છે.ટાર્ગેટથી બમણો ઉતારો લેતા અને વેજીટેબલમાં જેમનું વધારે ફોકસ છે એવા વિજુભાઈનું વેજીટેબલ નખત્રાણાની શાકમાર્કેટમાં સરળતાથી મળી રહે છે.
ભગવાન શિવપર જેમની સંપૂર્ણ શ્રદ્ધા છે અને મહાશિવરાત્રીના મહાદેવને મોજ પડે તેવું હું શુ કરી શકું તેવા ભાવથી છેલ્લા 12વર્ષથી પારેશ્વર મંદિર નાના-અંગીયાને પુષ્પો દ્વારા શણગારે છે.જેમના ફૂલની વ્યવસ્થા પેઈન્ટર વિજુભાઈ કરે છે અને તે પુષ્પોને સુંદર મઝાની હારમાળા રૂપે ગામની સેવાભાવી બહેનો દ્વારા શિવરાત્રીના એક દિવસ પહેલા બનાવવામાં છે.સાથે ઉત્સાહિત યુવાનો દ્વારા રાત્રી દરમિયાન સીરીઝનો શણગાર તો શિવ સમિતિ દ્વારા મહાશિવરાત્રીના બેન્ડપાર્ટી સાથે ‘રવાડીનું’ અને રાત્રે ભવ્ય સંતવાણીના પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવે છે…
અરવિંદ દિનેશભાઇ રૂડાણી અને તેમના ધર્મપત્ની જ્યોતિબેન અરવિંદ રૂદાણી શેષનાગ આકારમાં શણગારેલા રથ પર આ દંપતી શિવ-પાર્વતી સ્વરૂપે જોવા મળ્યા હતા..
‘જય હો’
વિડિઓ અને ફોટો..
નીતિન શિવજીયાણી,કિશન રૂડાણી,
મહેશ ગોસ્વામી,મયુર ભગત,
મુકેશ રૂડાણી.
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904