Site icon Ek Zalak

#EkZalak471. રાષ્ટ્રીય કક્ષાની રોકબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું

#EkZalak471. રાષ્ટ્રીય કક્ષાની રોકબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પંજાબ ક્ષેત્રે ‘પ્રતિનિધિત્વ’ કરતો અંગીયાનો સ્પોર્ટ્સ મેન ‘શરદ નરશીભાઈ પોકાર” (કચ્છ તેમજ આણંદની A.I.B.S. અને સમગ્ર પાટીદારનું ગૌરવ વધારતો પોકાર)

       સ્વભાવે વિનમ્ર,સૌ સાથે સરળતાથી સેટ થતો..!!આણંદ અભ્યાસ બાદ વેકેશનની રજાઓમાં મજા વચ્ચે પણ,કોઈક ધાર્મિક ઉત્સવોમાં મંદિર શણગાર વગેરે પ્રવૃત્તિમાં ભારે ઉત્સાહથી જોડાય..!અને પાછો કે ખરો કે ભાઈ મારા લાયક કામ હોય તો તરત યાદ કરજો અને બતાવો એટલે હોંશથી હાજરાહજુર હોય જ..!!શ્રી લક્ષ્મીનારાયણ સમાજ -નાના અંગીયાના મહામંત્રી અને યુવાસંગ કચ્છ રિઝીયન નારાયણ ડિવિઝનના પ્રમુખશ્રી નરશીભાઈ શામજીભાઈ પોકારના સુપુત્ર શરદ પોકારએ રોકબોલમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ…


       પંજાબ ખાતે નેશનલ લેવલની સિનિયર મેન & વુમન મિક્સ રોકબોલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી તેમાં આણંદની A.I.B.S અભ્યાસ કરતા ગામ નાના-અંગીયા શરદ નરશીભાઈ પોકારની પસંદગી થઈ હતી.અને તેઓએ ગુજરાત રાજ્યવતી પંજાબ મધ્યે પ્રતિનિધિત્વ કરીને કોલેજ,ગામ અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.સાથે મિત્રવર્તુળ,સગા-સબંધી તેમજ કોલેજ સ્ટાફ અને ગામના આગેવાનો વગેરે અભિનંદન પાઠવીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે..!!


         સ્પોર્ટ્સ અને સામાજીક ક્ષેત્રમાં ખૂબ આગળ વધો તેમજ અભ્યાસમાં વ્યસ્ત,સ્પોર્ટસમાં મસ્ત અને શરીરે તંદુરસ્ત રહો તેવી પેજ #EkZalakની શુભેચ્છાઓ સાથે માં ઉમિયાજી ને પ્રાર્થના…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904





31.147130575.3412179
Exit mobile version