#EkZalak470. ડાન્સ જ જેમની દુનિયા છે એવા વડોદરાના ‘ધર્મેશ યેલાન્ડે’ ના જીવનપર આધારિત ગુજરાતી મુવીમાં કચ્છના ગામ ‘નાના-અંગીયાનો’ 12 વર્ષનો ટાબરીયો ‘મન મેઘાણી’ એ ભજવ્યો નાનપણનો ખાસ રોલ.. સમગ્ર કચ્છ અને કચ્છ કડવા #ABKKP સમાજનું ગૌરવ.. (14 ફ્રેબ્રુઆરીએ આપણા નજદીકના સિનેમાઘરોમાં ‘સફળતા 0કિમી’ રિલીઝ થવાની છે)

        ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ડાન્સના વિષયવસ્તુને પ્રાધાન્ય આપીને 14 ફ્રેબ્રુઆરી 2020ના રોજ ‘સફળતા 0 કિમી’ રિલીઝ થઈ રહી છે.. ડાન્સથી શુ કેરિયર બન્ને..?? ટ્રેલર જોતા જ સવાલો ઉભા થાય એ સ્વાભાવિક છે..!!ડાન્સ જ જેમની દુનિયા છે અને ‘ડાન્સ’ના દરેક સ્ટેપ પર ‘સાન્સ’ થંભાવી મુકે તેવા પરફેક્ટ પર્ફોર્મન્સ આપી શકે એ લેવલની #કોરિયોગ્રાફીથી જેમને કેરિયર બનાવી છે.એ વડોદરાના યુવાન Dharmesh Yelande #ધર્મેશ સરના જીવન પર આ ફિલ્મ બની છે.


      આ ફિલ્મમાં કચ્છના #નખત્રાણા તાલુકાનું નાનકડુ #ગામ નાના-અંગીયાનો 12 વર્ષનો ટાબરીયો ‘મન રમેશભાઈ મેઘાણી’ એ આ ફિલ્મમાં નાનપણનો રોલ ભવ્યો છે.ધર્મેશ સરના સ્કૂલ જીવનના પ્રસંગની ભૂમિકા મન મેઘાણીએ ભજવી છે..
#મનના પિતા ‘રમેશભાઈ મેઘાણી’ પણ 90 ના દાયકાના ડાન્સના કિંગ ગણાતા..!!1999 ની આસપાસના સમયમાં તે વખતે આવેલ ફિલ્મ ‘બોર્ડરનું’ સોન્ગ ‘સંદેશે આતે હૈ’ માં શાનદાર સ્ટેજ #પ્રોગ્રામમાં તેઓ છવાઈ ગયા હતા..!! તેના ડાન્સ પરફોર્મન્સ જોઈને લોકો રીતસરની વન્સ મોર-વન્સ મોરની ચિચિયારીઓ કરતા..!!જબરદસ્ત સ્ટેમીના અને દાંડિયા સાથે ડાન્સ રમતો માટે જેનું હૃદય આજે પણ એટલું જ થનગનાટ કરે છે..!!એવા મન મેઘાણીના પિતાશ્રી રમેશભાઈ એ મન ને આ લેવલસુધી પોહચડવા એડીચોટીનું જોર લગાવ્યું છે.આખરે સફળતા મુવી દ્વારા એક્ટિંગની અદાકારી કરીને એન્ટ્રી કરીને સફળતા મળી છે..
     તો મિત્રો આપણા આસપાસના થિયેટરમાં આ સફળતા 0 KM મુવી 14 ફ્રેબ્રુઆરીથી રીલીઝ થવાની છે.તો આ નાનકડા ટાબરીયા મન ની મુવી જોઈને આ કચ્છીની અદાકારીને સૌ બિરદાવી એવી આપ સૌ પાસે પ્રાર્થના..
સફળતા 0કિમી મુવીને બહોળી સફળતા મળે તેવી ગામ નાના-અંગીયા તેમજ પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *