#EkZalak468… ઉંમર નાની પણ સ્ટેજમાં સુરોની જમાવટ સારી એવા પોતાના કંઠથી અનેક કાર્યક્રમો કરતા ગામ ગઢશીશાની દીકરી અને દુર્ગાપુરની પુત્રવધૂ અને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ ”જીનલ પટેલ” નું વિડિઓ સોન્ગ ”મેરા દેશ કેશરીયા” સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે…(જોશીલી જીનલને અભિનંદન)
આજે ધોડધકને ભાગદોડના જમાનામાં બે ઘડી પલાંઠી વાળીને માણસ બેસવા રાજી નથી ત્યાં પગમાં ચરમારીયા થાય,કમર જલાય તોય આખી રાત્રી મોજમાં મસ્તમગન થઈ જવાય, જો હોય સ્ટેજપર મોજીલા કલાકારો તો…!!પ્રોગ્રામ કરતા કલાકારો એમાં પણ ખાસ કરીને ડાયરાઓ જેમાં દરેક વખતે નિતનવી રસપ્રદ લોક સાહિત્યની વાતું પીરસવી પડે,કેમકે આજે સોશિયલ મીડિયાના જમાના દરેક માનીતા કલાકારો બહોળો ચાહકવર્ગે ધરાવે છે.અને આ કલાકારોના ફેન તેમના દરેક પ્રોગ્રામો સોશિયલ મીડિયા દ્વારા જોતા જ હોય છે..!!એટલે રિપીટ જોક્સ કે સાહિત્યની વાતો થાય તો અમુક સમયે કલાકારોની TRP લેવલ નીચું આવે છે એટલે પબ્લીકનો પ્રેમ જાળવવા નવી જ્ઞાનની નિતનવી રસપ્રદ વાતો અને સતત પુસ્તકોનું વાંચન દ્વારા કલાકારોને પોતાની જાતને અપડેટ રાખવી એ પણ મોટી જવાબદારી છે..!!
નાની વયે પોતાના સુરીલા કંઠના દમ પર ડાયરાઓ દ્વારા લોકોને કલાકો સુધી એકી બેઠકે જકડી રાખવાની પકડ પાટીદારની દીકરી જીનલ પટેલ ધીમે-ધીમે હવે મહારથ હાશલ કરી રહી છે.પાટીદારોમાં મોટાભાગની લેડીશો પોતાનું જીવન ઘરકાર્યોમાં વિતાવતી હોય છે..!!પોતાના અંદર છુપાયેલુ ટેલેન્ટ ચાર દીવાલની વચ્ચે જ રહી જતું હોય છે.આજે આધુનિક જમાનામાં દરેક ક્ષેત્રમા પાટીદાર મહિલાઓ પણ પોતાનું હીર ઝળકાવી રહી છે ત્યારે જીનલ પટેલ આજકાલ ‘ભગવાધારી’ રાષ્ટ્ર સમર્પિત દેશભક્તિ ગીત ‘મેરા દેશ કેશરીયા’ ગાઈને સોશિયલ મીડિયામાં બહોળી ઘુમ મચાવી રહી છે.અને મોટી સંખ્યામાં લોકો આ ગીતને લાઇકો કરી રહ્યા છે..
સ્વભાવે સરળ અને વિહિકલ હાકવાની એકપર્ટ, પોતાની કઠિન મહેનત પર વિશ્વાસ રાખીએ તો એક દિવસ ચોક્કસ રંગ દેખાડે એ આજકાલ સોશિયલ મીડિયા અને સ્ટેજ પર જીનલનો આત્મવિશ્વાસ દેખાય જ છે.#જીનલ આ લેવલ સુધી પોહચી છે,તેમાં દીકરી તરીકે માતા-પિતાનો સાથ અને સહકાર તો મળતો રહ્યો છે પણ સાસરિયામાં ગયા પછી એક પુત્રવધૂ તરીકે એજ સહકાર બકરાર રહ્યો છે.તે બદોલત હું સફળ થઈ છું અને આ લેવલ સુધી પોહચી છું એવું જીનલનું માનવું છે..
સુરત મધ્યે રાધિકા ફિલ્મ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ થયેલ આ દેશભક્તિ ગીતના શબ્દો માવજીભાઈ આહીરએ લખેલા છે.અને જીનલ પટેલએ સુંદર કંઠ આપ્યો છે.આ વિડિઓ સોન્ગ ઓરીજીનલ જોવા માટે નીચે આપેલ રાધિકા ફિલ્મ નું #youtube ચેનલ લિંક પર ક્લિક કરશો જી…
સરસ લાગે તો આગળ શેર કરીને જીનલના ટેલેન્ટને પ્રોત્સાહન આપશો એવી આપણી પાસે અપેક્ષાઓ..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904