Site icon Ek Zalak

#EkZalak467. હિંમતનગરમાં હેમાલીને ગોળાફેકમાં ગોલ્ડ મેડલ…..

#EkZalak467. હિંમતનગરમાં હેમાલીને ગોળાફેકમાં ગોલ્ડ મેડલ….. સ્કૂલ વિથોણ ઉપાસનાની સ્પોર્ટ્સ ટીચર જેને સતત પ્રયત્નશીલ રહેવાનો શોખ જ એને આ સિદ્ધિ સુધી પોહચાડી..!!( કચ્છ રિઝિયનના 9 ગોલ્ડમેડલમાં એક મેડલ નખત્રાણાની #હેમાલી નાથાણીને નામે,કબડ્ડીમાં નેશનલ રમી ચુકેલી અનેક રમતોમાં દબદબો તો ખરો જ અને યુવા ઓલિમ્પિયાડ #નખત્રાણામાં પણ લગાતાર 2 સીઝનની ગોલ્ડ મેડાલિસ્ટ)

        ગમતું કામને જો મન લગાડીને કરવામાં આવે તો એ કામ મનગમતું બની જાયને 100% મેડલ મળી જાય એવો મારો અંગત મત છે..!!સ્પોર્ટ્સ ટીચર તરીકે ઉપાસના સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતોની ટ્રેનિંગ આપતી હેમાલી પરના મારા ઓબ્ઝર્વેશન આધારિત હું એટલું જરૂર કહી શકુ..!!એ ટ્રેનિંગ દરમિયાન સંપૂર્ણ એના કામમાં ઈનવોલ્વ હોય છે જે સતત થકવી મૂકે તેવી ડેઇલી વિદ્યાર્થીઓની ટ્રેનીંગ કરતા-કરતા ખુદની ધીમા પગલે પ્રેક્ટિસએ આશાનીથી પદક અપાવી દીધું..!!👌
       2019 ખેલ મહાકુંભમાં કચ્છ જિલ્લામાં પ્રથમ આંક મેળવનાર હેમાલીએ U-22 વિભાગમાં હાલ 6 જાન્યુઆરી 2020 ના રોજ #હિંમતનગર ખાતે #ABKKP #Samaj #યુવાસંઘ આયોજીત પંચમ #ઓલિમ્પિયાડમાં ભારતભર માંથી પાટીદાર સમાજના વિવિધ રિઝિયનના 2500થી વધારે વિવિધ રમતોમાં ખેલાડીઓ પાર્ટીસીપેટ થયા હતા.તેમાં ગોળાફેક વિભાગમાં શાનદાર-દમદાર પ્રદર્શન કરીને આશાનીથી ગોલ્ડ મેડલ હાસિલ કરીને કુટુંબ,સ્કૂલ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.ભારતભરમાં વસતા મહિલા પાટીદારોમાં u-22 શ્રેણીમાં ગોલ્ડન હેન્ડ હેમાલીનો ચોક્કસપણે કહી શકાય..!!
વરજડીની જયશ્રી માવાણીને ઓલિમ્પિયાડ 2016 હૈદરાબાદમાં જોઈ ત્યારે એ પણ તે વખતે અન્ય પાર્ટીસીપેટને ઈર્ષ્યા થાય તેવો શાનદાર ગોળો ફેકતી હતી..!!બે વખતની ગોળાફેકમાં ગોલ્ડમેડાલિસ્ટ જયશ્રી અને હેમાલી નાથાણી આ બંને પાટીદાર બહેનો પોતાની કાબેલિયતના દમ પર અનેક સિદ્ધિઓ પોતાના નામે કરવાની શક્તિઓ ધરાવે છે..
         #કબડ્ડીમાં નેશનલ રમી ચુકેલી અને વિવિધ રમત ક્ષેત્રે અનેક મેડલો અને સિદ્ધિઓના ઢગલાબંધ પ્રમાણપત્રો મેળવનાર હેમાલી સ્પોર્ટ્સ ટીચર તરીકે અને અનુભવના આધારે અનેક ખેલાડીઓને ટ્રેનીંગ થી ટાઇટલ સુધી પોહચાડી શકે તેવી #પથદર્શકની ક્ષમતાઓ ધરાવે છે..!!
અમારી youtube લિંક…
https://youtu.be/zC6hQ-cJI7g

‘જય હો’

ઇન્ટરવ્યૂ.
નીતિન ભાદાણી..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Exit mobile version