#EkZalak466. બાર જાન્યુઆરીના બીજો યુવા ઓલિમ્પિયાડ.. નખત્રાણા પાટીદાર ચાર સમાજના ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય અને રસ્સાખેંચમાં બળુકા બેલી પોતાનું બાહુબલી બળ બતાવશે..!!(રવિવારે રમતોત્સવમાં જોસ-જુનૂન અને જમાવટ જોવા પધારો નખત્રાણાના પટેલ ગ્રાઉન્ડ,જાડાઈ રોડ ખાતે)
       રમતની સાથે ઉત્સાહ વધારતી ગેમોમાં ખાસ કરીને રસ્સાખેંચ એ આ યુવા ઓલિમ્પિયાડની આકર્ષક રમત છે..!!ત્રણેય સમાજના આ સીઝનના દેશી ઘી થી લથબથ અડદિયા ખાઈને બળુકા બેલી અને બાયું પોતાનું બાહુબલી બળ બતાવશે..!!આ રમતની અઠવાડિયા પહેલા થી જ જોરશોરથી પ્રેક્ટિસ ચાલુ છે,તો સમજો ગોલ્ડ મેડલ માટે કેવી પડાપડી હશે..??


        100,200,400,800 સાથે કોથળા દોડ બરછી,ચક્ર,અને ગોળા ફેક તો લીંબુ,લગડી વગેરે-વગેરે અનેક રમતો યોજાવાની છે.નખત્રાણાની ત્રણેય સમાજના ખેલાડીઓ આમને-સામને રમતમાં ટકરાશે તો દરેક લોકો આ યુવા ઓલમ્પિયાડ નિહાળવાનું ચૂકશો નહીં..
       પેજ EkZalak પરથી આ પ્રોગ્રામની રમત સાથે ખેલાડીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે…

સ્થળ..
પટેલ ગ્રાઉન્ડ
જાડાઈ-રોડ,નખત્રાણા
‘જય હો’
વિડિઓ સેન્ડર
નીતિન ભાદાણી
 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *