#EkZalak461. (Onionsમાં અંગીઅસ અગ્રેસર) જેના રોપા કચ્છમાં કોટેશ્વર થી કંડલા અને રાજ્યમાં નાના-અંગીયા થી નવસારી સુધી પ્રખ્યાત..!! ડુંગળી(કારોડા) 42 વર્ષથી વૈજ્ઞાનિક ઢબે દાદાવારથી સફળતમ રોપનું વાવેતર કરતા કસ્તુરી કિંગ સુરેશભાઇ કરશનભાઈ મેઘાણી (ડુંગળી રોપનું ટોપ વાવેતરમાં 5 દાયકાથી દબદબો બોલાવતા સુરેશ અન્ના તસ્વીરમાં)
દાદા પરબતબાપાની વિકટ પરિસ્થિતિ અને આકરા તાપ વચ્ચેનો સખત પરસેવે રેબઝેબ પરિશ્રમ,પિતા કરશનભાઈની હાર્ડ મહેનત,ખેતી પ્રત્યે લગન,ધગશ અને કાબેલિયતના દમ પર છેલ્લા 42 વર્ષથી #ડુંગળી (કારોડા) ના (પીળીપતિ) રોપનું ટોપ વાવેતરનો ચિતરેલા ચિલ્લા પર પુત્ર સુરેસભાઈની આગવી કોઠાસૂઝ અને વાતાવરણમાં ભેજ સાથે ઠંડક પારખવાની આગવી પરખના કારણે આ વિસ્તારમાં છેલ્લા 5 દાયકાથી દબદબો બોલાવતા નાના અંગીયાના પ્રગતિશીલ સફળ ખેડૂત સુરેશભાઇ કરશનભાઇ મેઘાણી..(સુરેશભાઈના ડુંગળી (કારોડા) જેવી મીઠાશ અને વિ-ધાઉટ ગાઠ જેવા પીળીપતિ રોપા વાવવામાં અન્ય ખેડૂત સુરેશભાઈ જેટલા સફળ થયા નથી)
આછેરી વાતાવરણમાં ઠંડકની સીઝનમાં ડુંગળી (કારાડો)ના #બીજનું #વાવેતર કરી અને તેને વૈજ્ઞાનિક ઢબે ખાતર-પાણી પાઈને પોતાની આગવી કોઠાસૂઝ કામે લગાડીને પીળીપતિ ના આ ડુંગળીના ટોપ લેવલના રોપા તૈયાર કરે છે જે ડુંગળી સ્વાદમાં મીઠાસ સાથે રસવાળી અને ખાસ કરીને તેમાં ગાંઠ બંધાતી નથી..!!જેની માંગ આસપાસના વિસ્તારથી માંડીને #નાના–#અંગીયાથી નવસારી સુધીના ખેડૂતોમાં રહેલી છે..!!હવે આવતા 10 થી 12 દિવસમાં તૈયાર રોપનું વેચાણ પોતાના ફાર્મથી કરશે.(20 ડિસેમ્બર 2019ની આસપાસ)
#નવરાત્રી બાદ અને #દિવાળી પહેલા તો #ઉનાળાની સિઝનમાં મગફળી ખરીદી સમયે પણ #સાઉથના #અન્નાનું ખાસ ડેલીગેશન સાથે સુરેશ #મેઘાણીના હાજરીમાં #કરોડોની રકમના મગફળીના સફળ સોદાઓ આજની તારીખે થાય છે..!!તેના પરથી લોકો સુરેશ અન્ના તરીકે પણ ઓળખે છે..
સુરેશ અન્નાને હું સારી રીતે 2008 થી જાણું છું..!!નવું શીખવું એ એના લોહીમાં છે..!!ખાસ કરીને ગામડાઓમાં અને એમાં પણ પરણી ગયા પછી કોઈ શરમના મારે નવું એજ્યુકેશનની બાબતમાં ખાસ કરીને શીખતાં નથી,ત્યાં સુરેશભાઈ મારી પાસે કોમ્પ્યુટર ક્લાસમાં #કોમ્પ્યુટર પર હાથ અજમાવા આવેલા અને કહેતા કે આજના યુગમાં આ ઉપકરણ શીખવું જરૂરી છે..!!સ્વભાવે સરળ વ્યક્તિત્વ અને મોતીમાં દોરો પોરવાઈ જાય એમ મનને મક્કમ પણે કામમાં લગાડીએ તો સફળ થવાય એવું માનનાર ‘સુરેશ અન્નના’
ડુંગળી રોપનું વેચાણ આવતી 20 ડિસેમ્બરમાં 2019 થી થશે.ખરીદી કરવા ઇચ્છુંક સુરેશ મેઘાણી (અન્ના) નંબર:- 9427762685 સંપર્ક કરવો..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904