Site icon Ek Zalak

#EkZalak459. નખત્રાણાના માસ્ટર નિકુંજના એક તીરે ત્રણ નિશાન…!!!

#EkZalak459. નખત્રાણાના માસ્ટર નિકુંજના એક તીરે ત્રણ નિશાન…!!!🎯🎯🎯સ્કુલમાં શિક્ષક + ગ્રાઉન્ડમાં ક્રિકેટર + સ્ટેજપર સિંગર = મલ્ટી ટેલેન્ટેડ માસ્તર👌👌🙌🙌🏆 (સાહેબની સ્ટેજ પરની સિક્રેટ ગાયકી ગણેજી પર)

      દરેક વ્યક્તિનું ખાસ ટેલેન્ટ સાથે જ સર્જનહાર સર્જન કરતા હોય છે..!!(ફુલ્લિ કીટ સાથે જ મોકલે છે) માત્ર તકલીફ એટલી કે એ ટેલેન્ટને ઓળખી ગયા,પારખી ગયા તો સમજો તરી ગયાને મુકામે પોહચી ગયા..!!નહીં તો તણાઈ ગયા.જીવનમાં છુપાયેલી આવડતને ઓળખી ગયા અથવા કોઈક ગુરુ ઓળખાવનારા મળ્યા તો એ વિઝન માંથી 100% ટેલિવિઝનમાં આવી શકાય..!!(એની પાછળ ખાસી એવી મહેનત કરવી પડે)
      કોઈક એવી આત્મા હોય તેને પરમાત્મા મલ્ટી ટેલેન્ટ સાથે મોકલતી હોય..!!ઘણા ઉદાહરણોમાં Ayushmann Khurrana Faran Akhtar વગેરે-વગેરે જે #એક્ટિંગ સાથે ગાયકી અને સારી એવી રાઇટિંગ પણ કરી લે છે.મારી આસપાસના વિસ્તારનું અને જાન પહેચાન વાળું પાત્ર એવુ જેની મૂછો જ ચહેરા પર પરફેક્ટ પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવે છે એવું #એનરેર્જીક પાત્ર એટલે #નખત્રાણાના નિશાળના માસ્ટર નિકુંજ ઘલ સાહેબ..
     લોકો અસમજમાં છે કે સાહેબ બધી જગ્યાએ છવાયેલા છે..!!ગ્રાઉન્ડમાં જોવો તો ટેનિસ બોલને ટાવર ઉપરથી ટપાવે (ચોક્કા-છક્કાની રમઝટ) તો કલાસમાં #કવિતાઓ અને મોકો મળે ત્યાં મહેમાનોની વચ્ચે સ્ટેજ પર કાનને સાંભળવાનું વારંવાર મન થાય એવું સૂરીલી ગાયકી.નિકુંજ સાહેબની સ્ટેજપર ગણેશજી પરની ગાયકી અંદાજ જોઈ ભાઈ મોજ પડી ગઈ..ક્યાં બાત હૈ..👌👌👌

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)


Exit mobile version