Site icon Ek Zalak

#EkZalak458. 50 દિવસની બાળકીને માત્ર 5 કલાકમાં સહીસલામત

#EkZalak458. 50 દિવસની બાળકીને માત્ર 5 કલાકમાં સહીસલામત પોહચાડતો રિયલ સુપર હીરો..!!(418 કિલોમીટર નું અંતર બેંગ્લોર થી કોચિન)

     ઈશ્વર યા અલ્લા મંદિર કે મસ્જિદમાં જ હાજરાહજૂર હોય એવું નથી..!! ક્યારેક નજર કરીએ તો આપણે લાગતું અશક્ય કાર્ય પણ શક્ય થઈ જતું હોય છે, ત્યારે એ આપણી સાથે જ,આપણી આસપાસ કે આવી અટપટી ડ્રાઇવિંગ કરાવીને એ હું અત્ર-તત્ર અને સર્વત્ર છું એવી અનુભૂતિનો અહેસાસ કરાવે છે..!!સારી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને હજારો હાર્ટના સફળ ઓપરેશન કરનાર ખુદ સર્જન ડોક્ટરનું પણ હૃદય એજ સુવિધાસભર હોસ્પિટલમાં જ બેસી જતું હોય છે એવાએ દાખલા છે..!!(રિમોર્ટ તો એના જ હાથમાં છે નક્કી)


    ટીવી માં આવતા ખોટી ગાડીને દોડાવીને ગુલાટીયુ મરાવતા કે છાતી દેખાડતા હીરો નથી.બલ્કે આવા એમ્બ્યુલન્સને પોતાની આવડત મુજબ ઓવર સ્પીડમાં હંકારીને સેલ્ફ કોન્ફિડન્સ બતાવતા આવા જાંબાઝ રિયલ લાઈફના ખરેખર સુપરહીરો છે.(ધન્ય છે) બાળકીના પરિજનો જ આ મુશ્કિલ પરિસ્થિતિમાં ઉગારનાર ડ્રાઇવર નહીં પણ એ અશક્ય ને શક્ય કરનાર ખુદ પરમાત્મા જ હોઇ શકે એવો એહસાસ થતો હશે..!!

‘જય હો’

વિડિઓ સેન્ડર..
VIA Whatsapp

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)



Exit mobile version