Site icon Ek Zalak

#EkZalak457….. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગગનચુંબી સોળ સિક્સર સાથે ”સાઇકલ’ વિજેતા

#EkZalak457….. ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગગનચુંબી સોળ સિક્સર સાથે ”સાઇકલ’ વિજેતા અને Emergency Help આર્થિક Whatsapp ગ્રૂપ એડમીન એવા પશ્ચિમ કચ્છ નખત્રાણા થી નારાયણ સરોવર સુધી ગુંજતું નામ એટલે ”પિયુષ રૈયાણી” (બ્રિટિશ શાસનની જૂની નોટો,પોસ્ટની ટીકીટ,સિક્કાઓ અને મ્યુઝિયમ રાખી શકાય એવા એન્ટિક આઇટમો સાથે ઇન્ડિયન કરન્સી ની નવી દરેક નોટ 2000,500,200,100, 50,20,10 ”SACHI BAaT” પર નખત્રાણામાં પ્રથમ દેખાડનાર👌👌)

       મારી અને ભાઈની ઉંમર વચ્ચે એક દાયકાનો ફેર છે. એટલે અમે 90ના દાયકામાં ત્યારે ટાબરીયા હતા એ સમયે ટેનિસ ક્રિકેટમાં ગલ્લી થી ગ્રાઉન્ડ પર રમવા મળે એ માટે તો રીતસરનું ઝઝુમવું પડતું..!!મોટેરાઓ બાઉન્ટ્રીમાં બોલ ઉચકાવતા..!!એ સમયે પિયુષભાઈ એટલે પશ્ચિમ કચ્છ ટેનિસ ક્રિકેટમાં જેને ખેલાડીઓ ”આઇકોન” માનતા..!!(જેની ક્રિકેટ પર જબરદસ્ત પકડ #પ્રેક્ટિસને કારણે)એ સમયે અઢળક વિજેતા ટ્રોફી જેમના નામે..!!આજે પણ પ્રેક્ટિસ વગર શિયાળામાં રમાતી નાઈટ #ક્રિકેટમાં સામે છેડેની છાવણીમાં પગર વળાવી દે એવી બેટિંગ ખરી..!!(શેર બેટિંગમાં બુઢો ભલે થયો છે પણ નખ હજુ અણીદાર છે)


     લોકોને ઝડપથી કેમ મદદરૂપ બન્ની શકાય એ હેતુથી હાલના તબક્કે સોશિયલ મીડિયાના સહારે નખત્રાણા તેમજ આસપાસના મિત્રોને સાથે લઈને અંદાઝે એકાદ વર્ષ જેવો સમય થયો ”Emergency’ Help ગ્રુપ બનાવ્યું છે.જેમાં ગ્રુપ સભ્યો દ્વારા પોતાના યથા શક્તિ પ્રમાણે મદદરૂપ થઈને આશરે 5 થી 6 દર્દી (જેની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી એવા) અકસ્માત સમયે આ ગ્રુપ સંજીવની બુટી સમાન સાબિત થયું છે એનો હું સાક્ષી.(સોશિયલ મીડિયાનો સાચો સદ્ઉપયોગ)
     છેલ્લા બે વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા પર ”sAACHI bAAT” ના સિમ્બોલથી જાણીતા પિયુષભાઈ નોટબંધી બાદ ચલણમાં આવેલ 2000,500,200,100,50, 20,10 ની નવી ચલણી નોટો નખત્રાણા પ્રથમ વખત પિયુષભાઈના હાથમાં ઝલક જોવા અચૂક મળી..!!તે સિવાય પણ ખાસ પોતાના વાહનોના નંબરની ચલણી નોટો સિવાય પણ ભાઈ પાસે બ્રિટિશ શાસનની જૂની નોટો,પોસ્ટની ટીકીટ,સિક્કાઓ અને મ્યુઝિયમ રાખી શકાય એવા એન્ટિક આઇટમોનું મોટું કલેક્શન ઉપલબ્ધ છે..!!(જુનવાણી જોવાના શોખી મિત્રોને અચૂક મુલાકાત લેવા જેવી ખરી)
     સંગઠન અને સેવાને સર્વોપરી માનતા તેમજ જરૂરિયાતમંદને મદદરૂપ બની શકાય એ દિશામાં ઊંડો દ્રષ્ટિકોણ એજ જેનો જીવનમંત્ર એવા પિયુષભાઈ રૈયાણી ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ..વ્યવસાયમાં વ્યસ્ત,સેવાકીય કાર્યોમાં મસ્ત અને શરીરે તંદુરસ્ત રહો તેવી અંતઃકરણ પૂર્વક મનોજ વાઘાણીની શુભેચ્છાઓ..

”જય હો”

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)



Exit mobile version