#EkZalak455… ખુદ ટ્રેક્ટર ચલાવી ડેન્ગ્યુ ની ‘દવા’ છટકાવ કરતા ઉપસરપંચ શ્રી મણિલાલ મેઘજી મેઘાણી…(લોકોને કહી રીતે મદદરૂપ બની શકાય એજ મારુ સ્ટેટ્સ) માનવસેવા માટે ધબકતું હૃદય એટલે ગામ અંગીયાના ઉપ-સરપંચ મણિકાકા…👌👌☺🙌🙌🙌💪💪(ડેન્ગ્યુના દર્દીને રૂપિયા દસહજારનો ધુમ્બો છે🙄😏😏😷😷)
     વુડલેન્ડનો બ્રાન્ડેડ પટ્ટો પહેરીને,ઈન્સર્ટ કરીને,ખીચામાં હાથ નાખેલ અપ ટુ ડેટ ઓર્ડર કરતા અઢળક સરપંચો જોયા હશે..!!સ્ટાફને કામે લગાડીને ફોટો સેશન કરતા સરપંચને પણ જોયા હશે..??પણ પરિસ્થિતિ અનુસાર જાતે પોતે સ્ટાફ કે સદસ્યો હોય કે ના હોય બસ મારી એક ફરજ છે. ગામ ને,લોકોને કહી રીતે મદદરૂપ થઈ શકું ઍવા પરોપકારના ભેખધારણ કરનારા કાકા જેવા ગણ્યાગાંઠ્યા સરપંચ હોય જેઓ દિલ ખોલીને ગામના કાર્યો માટે સેવા એજ મારુ સ્ટેટ્સ એવા જીવનમંત્ર સાથે કાર્યો કરી જીવતા હોય છે..!!👌👌


      સરપંચોમા ઇકબાલ ગાંચી,ચંદનસિંહ રાઠોડ,રતિલાલ ખેતાણી,નીતિન પટેલ વગેરે જેમની ગ્રામ પંચાયતી પરોપકારી કાર્યો,અવારનવાર ન્યુઝ પેપર પર પ્રશંસારૂપી ટાઇમલાઈનના હકદાર બનતા હોય છે..!!(આ સજાગ સરપંચો છે..!!બીજા પણ અન્ય વિસ્તારોમાં પણ હશે..!!જે મારા ખ્યાલ બારે છે)મણિલાલ કાકાને રૂબરૂ મળ્યો ત્યારે એમને કહ્યું કે અંગીયા ગામમાં ડેન્ગ્યુ સારા પ્રમાણ ફેલાઈ ગયો છે.સરકાર તરફથી નવરાત્રીના      આસપાસ દવા છટકાવ થયો હોત તો મોટી સંખ્યામાં ગ્રામજનો મોટા ખર્ચ અને ડેન્ગ્યુ રોગ માંથી બચી શક્યા હોત..!!પણ જાગ્યા ત્યાંથી સવાર


     સેવા કરવામાં શરમ શાની..??મણિકાકા આ વિચારધારાથી વરેલા..!!ગામના ઘણા બધા વિકાસ કાર્યો થયેલ છે.તેમાં જાત મહેનતે થતા કાર્યોમાં પોતે જોતરાઈ જતા હોય એવા કાકાના અઢળક ઉદાહરણો છે..!!તાજેતરમાં રાત્રી દરમિયાન ગામ આખામાં ડેન્ગ્યુ મુક્ત દવાનો પ્રેશર પંપ દ્વારા છંટકાવ કરવા દરમિયાન,શરમ સંકોચ વગર જાતે ટ્રેક્ટરની ડ્રાઇવિંગ કરી..!!


     આજુબાજુના હોસ્પિટલો અને દવાખાનાઓ ડેન્ગ્યુના દર્દીથી ઉભરાય છે,ત્યારે લોકો 8 થી 10 હજારના ખર્ચા માંથી કેમ બચી શકે એવા પ્રયાસરૂપે ગ્રામ પંચાયત અંગીયા અને જાગૃત નાગરિકો તેમજ સેવાભાવી યુવાનો સતીશ વાઘાણી,સોહન મેઘાણી,રમેશ મારવાડા,ભુપેન્દ્ર કેશરાણી,સાગર વાલજીયાણી,પિયુષ વાઘાણી,હિતેશ મેઘાણી દ્વારા આ પ્રસંશનીય કાર્ય કરવામાં આવ્યું હતું.(પરિણામ રૂપે બીજા દિવસે લોકો આપસમાં ચર્ચા કરતા હતા કે દવા છંટકાવ પછી અમુક અંશે મચ્છરોનો ત્રાસ ઘટી ગયો છે..!)
‘જય હો’
ફોટો ક્લિક…
બંટી કેશરાણી,સાગર વાલજીયાણી

✍ મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *