Site icon Ek Zalak

#EkZalak453 Zydus exelanse award વિજેતા ગામ વિથોણ અને પાટીદારનું ગૌરવ…

#EkZalak453      Zydus exelanse award વિજેતા ગામ વિથોણ અને પાટીદારનું ગૌરવ… હેડ ઓફ હર્ષિદા પટેલ👌👌👌👌(અભ્યાસહુવૃત્તિ,એકાગ્રતા અને આપ બળે આગળ આવેલ પાત્ર અને હાલના સમયે અમદાવાદની zydus hospitalમાં ફરજ બજાવતી
હર્ષિદા પટેલ) માનવસેવા એજ ખરી માનવતા

      વાત સાલ 2001 થી 2005ના વિદ્યાર્થીકાળના અરસાની..!! (સંત શ્રી ખેતાબાપા હાઈસ્કૂલમાં અમે 9 થી 12 અભ્યાસ કર્યો ત્યારની) પડદા પર પિક્ચર ક્યારે દેખાય…??ટોર્ચ બત્તી વાડીઓના શેઢે ક્યારે શેડો કરે..?? મિત્રો માત્ર બેટરી કે ટયુબના આશરે નહીં પણ ચાંદની હોય તો દુરનું એ દૃશ્ય આબેહૂબ દર્શયમાન થાય..!!અંધકારમાં એ અજવાસ થાય..!! થિયેટરમાં રહેલ પ્રોજેક્ટરનો લેંશ જે પડદા પર ફોક્સ કરીને જે રંગીન પિક્ચર બતાવે છે એ ફોક્સના લક્ષણ મને હર્ષિદામાં નઝર આવ્યા..!!ગોલ પહેલેથી જ નક્કી હતો કે આપણે તો નર્સિંગમાં નંબર વન થવું છે એટલે પડદાપર નું પિક્ચર,વિઝન,ફોકસ કિલિયર કટ હતો હર્ષિદાનો..!!અને અમારા વિઝન વિશે કહીએ તો અમે મનમાં એક જ વાત ઉતરાયણના એન્ડ ટાઈમ પર માંડ-માંડ પવનની છક્કી આવી હોયને પતંગ હવા જાલે ના જાલે ને ફિરકીમાં જેમ દોરા ગૂંચવાઈ જાય ને..?? એમ ગૂંચવાયેલા..!! કાંઈક કરવું છે પણ શુ કરવું એ કાઈ નક્કી ની..!!😊🤔🤔🤔🤔🙄😔😷
    

       અભ્યાસમાં અગ્રેસર અને ઉપરથી હાજર જવાબી..!! સાહેબ એ પિરિયડ દરમિયાન પુછેલ પ્રશ્નોના જવાબ હર્ષિદા પાસે હાજર જ હોય..!!અને આશા પણ સાહેબને એમની પાસે હોય કેમકે સાહેબએ જે પરિશ્રમ કરેલ હોય એનું મીઠું ફળ હર્ષિદા જેવા વિદ્યાર્થીઓના જવાબથી તરીતૃપ્ત થતું..!!(અને મારા જેવાને સાહેબ ઉભા કરે તો એક્શન એવા કરી જાણે વૈજ્ઞાનિક આઇસ્ટાઈન કાંઈક વિચારતો હોય..!!માથામાં ખંજવાળ ના આવતી હોય તોય ખંજવાળીને કહી સાહેબ અત્યારે જ યાદ નથી આવતું..!!😜😜😜😞🤔🤔🤔)
LED લાઇટમાં બ્લ્યુ,ક્રિકેટમાં કોહલી અને ફ્રૂટમાં ડ્રેગન અલગ જ નઝરે પડે..!!સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચે એવી રીતસરની છાપ હર્ષિદાએ છોડી હતી..દેખાવે ભરાવદાર કોઈ અંગ્રેજ ભુરકી આવી હોય..!!આવાજ લાઉડ એન્ડ કિલિયર સ્પષ્ટ સમજાય અને સૌ સાથે સેટ ખાય એવો સૌને માન સાથે બોલાવવું એનું સ્વભાવમાં..👌👌(હર્ષિદા તમને એવું ભાવ સાથે આવકાર આપે અને એટલું મીઠું બોલે જાણે આપણે ડાયાબિટીસ ના થઈ જાય..!!ડોક્ટર લાઇનમાં ચાલે હર્ષિદા જેવા મારા જેવા હોય તો દર્દી દેવલોક પામી જાય🤔😉😉)

 

       હું માનું છું અને જ્યાં સુધી જાણું છું તે મુજબ હર્ષિદાને તેની અભ્યાશુંવૃત્તિ આગળ લઇ ગઈ..!!આજે જે કાઈ પણ છે તે આપબળે અને દ્રઢ આત્મવિશ્વાસના બળ પર આગળ આવી છે..!દરવાજે આવેલ દરેક દર્દી યોગ્ય સારવાર લઇ સ્વસ્થ થઈ હસતાં મોઢે પરત મોકલે એજ સાચી કમાણી અને દર્દીનો યોગ્ય ઈલાજ એજ સંતોષ હર્ષિદાએ જીવનધર્મ બનાવ્યો છે..
       હજુ ઘણું બધું હર્ષિદા વિશે સવિશેષ લખી શકાય પણ ટાઈમ નો અભાવ છે.અને રૂબરૂ એને મળીશ ત્યારે એને અત્યાર સુધી જીવેલ જિંદગીમાં આવેલ ઉતારચડાવ અને વિપરીત પરિસ્થિતિમાં પણ લક્ષ્ય પર ટકી રહેવું એના પર ફોકસ કરીશું.અત્યારે આટલું બસ.જીવનમા જબરદસ્ત રહો,તનથી તંદુરસ્ત રહો અને મનથી મોજમાં રહો તેવી તારા સાથે અભ્યાસ કરી ચૂકેલ મનોજ વાઘાણીની શુભેચ્છાઓ..
શીખવા જેવી બાબત હર્ષિદા માંથી કે ગામડામાં રહીને ગમતા ક્ષેત્રે કેમ ગુલાલ કરી શકાય..!!જો આપણામાં અભ્યાસહુવૃત્તિ હોય તો અગ્રેસર બની શકાય.

”જય હો”

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —

23.058455272.5175886
Exit mobile version