#EkZalak451 માં સરસ્વતીની સાધના કરતા સમાજના સીતારાનું સન્માનિત સમયની તસ્વીરી એક ઝલક….

      કામિયાબ થવું હોયને તો તેની પાછળ કોઈક કારણ,વજહ,હેતુ,ઈશક હોય તો 100% તળેટી થી ટોચ સુધી પોહચાય..!!સાતમ-આઠમ પ્રસંગે પોતાના ગામડે થતા ઉત્સવને ઉત્સાહભેર માણવા કર્મભૂમિ થી જન્મભૂમિ મધ્યે ખાસી એવી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.સન્માનિત તેજસ્વી તારલાઓ હોંશેહોંશે પોતાની ટ્રોફી સમાજ્જનોની મોટી હાજરીમાં સ્વીકારીને પોતાની જાતને ખુશનસીબ માની હતી.
     સરસ્વતી સન્માન પ્રોગ્રામના મુખ્ય મહેમાન એવા (શેઠ કે.વી હાઇસ્કુલમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કાર્યરત એવા) જાણીતા અને માનીતા પુરષોતમભાઈ છાભૈયા સર એ પોતાની આગવી શૈલીમાં સૌ લોકોને 1 કલાક સુધી જાણે પકડી રાખ્યા હોય એવી જબરદસ્ત મોટિવેશન સ્પીચથી પ્રભાવિત કર્યા.શરૂઆતમાં જ સાહેબ એ કહ્યું કે હું અયા ‘રયાન’ કરવાં માટે આવ્યો છું.સાથે મોબાઈલ પર મારો ચલાવતા કયું કે આજે સમય એવો આવ્યો છે કે આપણે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલમાં ઇન્ટરનેટ ના વાપરવાનો ઉપવાસ કરવો જોઈએ.સમયનો સદઉપયોગ વગેરે-વગેરે અનેક ઉપદેશક વાતો કરી હતી..
     સમાજના પ્રમુખશ્રી રવિલાલ શિવદાસ સામાણી,મહામંત્રી શ્રી નરસીભાઈ પોકાર,નવયુવક મંડળના પ્રમુખશ્રી શાંતિલાલ ચોપરા તેમજ મહિલા મંડળના ઉપપ્રમુખશ્રી પાર્વતીબેન સામાણી સાથે કલકત્તા થી અમૃતભાઈ પારસિયા અને આ સરસ્વતી સન્માન પ્રોગ્રામના પ્રતીક ભેટના દાતા એવા લાંજા (કોંકણ) થી પધારેલ દિનેશભાઇ મેઘાણી સૌ આગેવાનો અને           સમાજજનોની ઉપસ્થિતમાં શાસ્ત્રી કૌશિક જોશીએ મંત્રોચ્ચાર કરીને દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું.સ્ટેજ સંચાલન હિતેશભાઈ મેઘાણી તેમજ આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા લક્ષ્મીનારાયણ નવયુવક મંડળના ભાઈઓ એ જહેમત ઉઠાવી હતી..

‘જય હો’

તસ્વીર સેન્ડર…
શરદ પોકાર..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *