#EkZalak400. ”રમેશ” એ રંગ રાખ્યો.. જીત ની ‘હેટ્રીક’ (ગોળા ફેક અને ચક્ર ફેક માં જિલ્લા કક્ષાએ ત્રીજી વખત ચેમ્પિયન) એથ્લેટીક્સ માં અંગીઅંશ.. (અભિનંદન ) 
         કુદરતના કાંટાળા ગુલાબના છોડ પર થતા કરિશ્માઈ સુગંધિત ફૂલોને ખુદના ‘બાઝુના દમ’ પર ‘એકી હાથે’ જુટવાની તાકાત ધરાવે છે.અને છેલ્લા 3 વર્ષથી આ તાકાતનું પ્રદર્શન કરી ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘ખેલ મહાકુંભમાં’ દિવ્યાંગ વિભાગમાં ‘ગોળા ફેક અને ચક્ર ફેકમાં’ કચ્છ જિલ્લામાં ‘પ્રથમ’નંબરે સ્થાન હાંસિલ કર્યું છે એવા નાના-અંગીયાના ‘શ્રી રમેશભાઈ નરસીભાઈ માવાણી’ ને ખૂબ-ખૂબ અભિનંદન...
      2005 માં બાઇક અકસ્માતમાં પોતાનો ‘ડાબો’ હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો.પણ પોતાના જાત પર અડગ, વિશ્વાસ રાખનાર ‘રમેશ’ એ હતાશા,નિરાશા ને પોતાના પર હાવી થવા દેવાના બદલે તેનો સામનો કરી અને ‘એક’ હાથે શુ-શુ કરતબ કરી શકાય તેની કોશિશ કરી અને આજે તેને ‘એથ્લેટીક્સ’ વિભાગમાં જિલ્લા કક્ષાએ કામયાબી મેળવી..
આવનાર સમયમાં ‘રમેશ રાજ્ય કક્ષાએ રંગ’ રાખશે તેવી સમગ્ર નાના-અંગીયા ગામ તેમજ પેજ #EkZalak ની અનેકગણી શુભેચ્છાઓ…
‘જય હો’
ફોટોગ્રાફ..
ગિરધર ગોપાલ😎
મનોજ વાઘાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *