🔷 છેલ્લા 4 દિવસથી સફળતા મળતી નહોતી..

   દિવાળી તહેવારના મોટા દિવસોમાં રાત્રીના 10.30 કલાકે જાણવવા મળેલ કે નાના અંગીયાના દેવનગર નજદીક હલમસ્ત ગૌવંશ ને કોઈકે કુવાડી મારેલ છે, જેના કારણે ખૂબ લોહી વહે છે.. રાત્રીના ભાગે લાઈબ્રેરી પાસે બેઠેલ સેવાભાવી મિત્રોની ટીમ સમય વેસ્ટ કર્યા બાદ તુરંત જ સ્થળ પર પોહચી ગઈ હતી..

    જે વખતે કુવાડી નો ઘા જોયો હતો ત્યારે 4 દિવસ જૂનો હોવાનું લાગ્યું અને તેમાં કીડો પડી ગયેલો.. રાત્રીના ભાગે 20 જેવા મિત્રો દ્વારા ગૌ વશને વાડામાં પુરવાની જબરદસ્ત કોશિશ કરી હતી પણ છેલ્લે 2 કલાકની મહેનત બાદ ભારે નિરાશા હાથ લાગી હતી…

     ઘન તેરસ , કાળી ચૌદશ બે દિવસો દરમિયાન સેવાભાવી મિત્રોની ટીમ રાત્રી દરમિયાન પુરા ગામ અને વાડી વિસ્તારમાં ટોર્ચ સાથે આ ગૌ વંશને શોધવામાં નીકળી પડતી હતી.. પણ આ ગૌ વશ શોધ્યો શોધાય નહિ અને કીડા ને કારણે ધા વધતો જતો હતો અને તેની કારણે 40 મીટરના એરિયામાં દુર્ગંધ આવતી હતી…

🔷 દિવાળીના દિવસે..

     દિવાળી ના દિવસે બપોરબાદ લગભગ 4 વાગ્યાના અરસામાં સેવાભાવી સતિષભાઈ પૂંજાણીને,  આ ગૌવંશ એ બસ સ્ટેન્ડ વિસ્તારમાં દેખાડો દેતા , ખૂબ ચુતુરાઈ થી એકલા હાથે વાડામાં પુરવામાં સફળતા હાથ લાગી હતી..

    રાત્રીના ભાગે સેવાભાવી મિત્રો એ નક્કી કરેલ કે ફટાકડા બાદમાં ફોડશું પણ પહેલા ગૌ વંશની ટ્રીટમેન્ટ માટે શિંગડે રાઢવું નાખીને ડોક્ટર મિત્ર માટે કામ આસાન કરી નાખીએ.. રાત્રીના ભાગે સેવાભાવી મિત્રોની ટીમેં કામ આસાન બનાવ્યું હતું..

🔷  આજરોજ સવારે..

    મોઢે રૂમાલ બાંધવા મજબૂર કરે એવી ગંધ વચ્ચે ગૌવંશ ને 4 ઇંચ જેવો ઊંડો અને 12 ઇંચ જેવો લાંબો ખાડા માંથી મધપૂડા ની માંખીની જેમ ટ્રીટમેન્ટ ટાઈમે અસંખ્ય કીડા ઊભરાયા તેની આછેરી ઝલક આપ વિડિઓ મારફતે નિહાળી શકો છો…!!લગભગ 30 મિનિટ જેવો સમય ડ્રેસિંગ ચાલેલી.. અને ડોક્ટર મિત્ર ભરતભાઇ દેસાઈનું કહેવાનું છે કે આ ઘાવ ભરાતા આશરે 1 મહિના ઉપર જેવો સમય લાગશે..

    સેવાભાવી મિત્રોમાં મણિલાલ મેઘાણી , સતીશ વાઘાણી , નારણભાઇ ડાયાણી , મિત પારસિયા , હિતેશ પાંદડીયા , મિતેષ સુથાર , સતીશ પૂંજાણી , શૈલેષ પૂંજાણી , આશિષ ભગત , પૂજન સોની , પિયુષ વાઘાણી , પાર્થ પારસિયા , મયુર ભગત , શંભુભાઈ મેઘાણી , શાંતિલાલ ચોપરા , અક્ષય ચોપરા બંટી કેશરાણી (અમદાવાદી) સહિતના ભાઈઓ જોડાયા હતા…

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *