Site icon Ek Zalak

#Commercial_Pilot_License (CPL) #airline #pilot #captain Sanket Dholu – #Patidar

ગોવા ના ગંગારામભાઈ નો “સંકેત” ગગનમાં…!! ✈️

 

💠 વધુ એક પાટીદાર ના સંકેતની આકાશી સિદ્ધિ..

💠 નખત્રાણા તાલુકાના ગામ નાગલપર ને મળ્યા *પ્રથમ પાઇલટ*

💠 એવીએશન ક્ષેત્રે કોમર્શિયલ પાઈલટ ક્ષેત્રે સફળતા હાશિલ કરતો કેપ્ટન *સંકેત પ્રીતિબેન ગંગારામભાઈ ધોળું…*

🛩️ આખરે પિતાશ્રી ગંગારામભાઈ નું સપનુ સાકાર થયું…!!

નખત્રાણા ની સેઠ K.V હાઇસ્કુલ ધોરણ – 12 અને ભુજની J.B ઠક્કર કોમર્સ કોલેજ માં 90 ના દાયકામાં અભ્યાસ કરનાર ખુદ ગંગારામભાઈ ની ઈચ્છા હતી કે કોઈ એવા ફિલ્ડ માં જોડાણ કરું જેથી સમાજ અને સોસાયટી ને મદદરૂપ થઈ શકું પરંતુ સમય અને એવા સંજોગો ને કારણે વધુ અભ્યાસ ન કરી શક્યા નો અફસોસ થયેલ..

 

 

એ વસવસો ને પોતાના પર હાવી જરાય થવા દીધેલ નહિ અને એ ને વિશ્વાસમાં રૂપાંતરિત કરી ને પોતાના પુત્ર ને એજ્યુકેશન ક્ષેત્રે કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓ નું ઓબઝરવેશન કરી પુત્ર સંકેત ને ઉચ્ચ અભ્યાસ માટે એડીચોટી નું જોર લગાવેલ અને કહેવાય છે ને “કઠિન પરિશ્રમ હમેશા ફળશ્રુતિ આપે છે” ગોવા ની ટોપ લેવલ ની સ્કૂલમાં અભ્યાસ કરાવેલ..

 

 

મૂળ નખત્રાણા તાલુકાના ગામ નાગલપર ના અને હાલે ગોવા મધ્યે રહેતા ગંગારામભાઈ ઘોળુ રાજકીય ક્ષેત્રે આગળ પડતાં છે. લોકસેવા માટે અને સતા સામે ઝ્ઝુમી ને લોકો માટે સમર્પીત અદ ના કાર્યકર્તા છે અને હાલ ગોવા ના મુખ્ય મંત્રી જોડે ખૂબ સારા (ચાય પે ચર્ચા) જેવા મીઠડાં સબંધો છે..

 

 

✈️ નાનપણ થી એરફોર્સ ના પાઇલટ બનવાનું સપનું…!!

અભ્યાસ માં નાનપણ થી જ ચતુર અને કાઇક આગળ જઈ ને કરી બતાવશે એવા સંકેતે પહેલા જ સંકેત આપેલા, પિતા ગંગારામ ભાઈ ના જણાવ્યા મુજબ સંકેત નાનો હતો ત્યારે જ કહેતો હતો અને એમનો ઈરાદો સ્પષ્ટ હતો હતો કે મારે “એરફોર્સ” પાઈલટ બનવું છે.

 

 

સ્વપ્ન જોવું અને તેને સાકાર કરવા માટે મહેનત અને જાત ખપાવી દેવી પડે ત્યારે સફળ થવાય છે. એરફોર્સ પાઇલટ બનવા માટે NDA ની Exam પાસ કરવી પડે પણ 2020 માં કોરોના કાળ ને કારણે exam ni તારીખો ડિસ્ટર્બ થતા ખોટી રાહ જોવા ને બદલે હવે કોમર્શિયલ પાઇલટ બનવું તેવું મન બનાવેલ..

 

✈️  કોરોના માહોલ વચ્ચે દિલ્લી મધ્યે…

ખૂબ વિકટ પરિસ્થિતિ અને ન્યુઝ ચેનલો પર સતત ડરામણા દ્ર્શ્યો અને લોકોના મૃત્યુ ના આંકડા જોવા મળતા હતા તેવા સમયે જીવના જોખમ પર દિલ્લી મધ્યે 2021 ના સમયગાળા દરમિયાન સંકેત ને પાઇલટ ની તૈયારી માટે અમે સૌ સાથે ગયેલ. સફળતા રાતો રાત મળતી નથી તેના માટે કેટલું ઝ્ઝુમવું પડતું હોય છે તે અમે જાતે જોયેલું છે.. દિલ્હી મધ્યે ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાઇલટ નખત્રાણા ના “દર્શન નાથાણી” અને તેમના પરિવાર નો સંકેત ને ખૂબ સારો સહયોગ મળ્યો અને પ્રાથમિક એવિયેશન ની તાલીમ દિલ્હી મધ્યે સફળ રહી…

 

 

 

 

✈️ મધ્ય પ્રદેશ મધ્યે..

મઘ્ય પ્રદેશ ના ભોપાલ મધ્યે (MPFC) ક્લબ છે ત્યાં જોઈન કરી ને ટ્રેનીંગ સેન્ટર ના ટ્રેનીંગ લીધેલ…

 

✈️ Bule Ray એવીએશન – મહેસાણા ગુજરાત મધ્યે ફાઈનલ ટ્રેનીંગ..

કોમર્શિયલ પાઇલટ બનવા માટે maximan 200 કલાક ની ઉડાન ની ટ્રેનીંગ કરાવે જેમાં તેઓ 30 કલાક ટ્રેનર (કો પાઇલટ) સાથે હોય ત્યાર બાદ અમુક દિવસોમાં અને તેમાં અલગ અલગ વાતાવરણ તેમજ રાત્રી દરમિયાન ફ્લાઈંગ ટ્રેનીંગ કરાવે ત્યાર બાદ જો તેમના સમય પ્રમાણે 200 કલાક ફ્લાય ટ્રેનીંગ પૂરી થાય ત્યારબાદ CPL લાઇસન્સ મળે અને ત્યારબાદ ભારત સરકાર DGCA goverment લાઇસન્સ આપતી હોય છે. જેમને આ લાઇસન્સ મળી જાય એટલે દરેક એવિએશન કંપની સ્વીકૃત કરતી હોય છે..

 

આપણે Youtube પર ગેમ રમતા બાળકો ને જોયાં હોય જેમાં ગાડી અને ટ્રક ચલાવતા હોય આગળ ડિસ્પ્લે હોય અને એ ડ્રાઈવિંગ sit પર રોબોટિક સંસ્પેશર લાગેલા હોય જેથી હાલક ડોલક થતી હોય જમ્પિંગ એ સિટ લેતી હોય તેવી જ રીતે એક રૂમ માં એવિએશન ની 20 કલાક ની Simulatior Trening આવતી હોય છે..

 

 

✈️ 8/01/2025 ના officially કોમર્શિયલ પાઇટલ નું લાઇસન્સ.. (૩ strip)

મહેસાણા ખાતે હાલ 2 દિવસ અગાઉ જ એવીએશન ક્ષેત્ર ના સિનિયર અધિકારી ની હાજરીમાં “3 સ્ટ્રીપ” એટલે વિધિવત રીતે સન્માન સાથે સંકેત ગંગારામભાઈ ધોળું ને officaliy લાઇસન્સ મળેલ. હવે આપણે સંકેત ધોળું આગળ કેપ્ટન મેન્શન કરવું પડશે…

આપણાં પાટીદાર માટે ગૌરવ ની વાત ની વાત છે અને વધુ એક સંકેત રૂપી આકાશી સિધ્ધિ હાશીલ કરી છે. જેઓ ને એવિયેશન ક્ષેત્ર માં પોતાની કારકર્દી નિર્માણ કરવી હશે આપણે નાગલપર ની ધોળું ફેમીલી information આપવા માં ખૂબ મદદરૂપ થશે અને એ info થકી એમને જે મૂંઝવણો થઈ હતી એ 100% તમને ફેશ નહિ કરવી પડે…

 

નથુભાઈ કરમશીભાઈ ધોળુ – નાગલપર ના પૌત્ર અને અમૃતલાલ ધનજીભાઈ દીવાણી – દેવપર (હાલે ગાંધીધામ) ના દોહિત્ર…

✈️ અભ્યાસ ની સાથે સ્પોર્ટ્સ માં ખૂબ રુચિ..

યુવાસંઘ ની 2016 માં હૈદ્રાબાદ ખાતે ની olmpiyaad માં ટેબલ ટેનિસ માં સિલ્વર મેડલ DMG રીજીયન ને અપાવેલ સાથે બાસ્કેટ બોલ માં પણ સારી એવી પકડ છે..

✈️ પાઇલટ ની પ્રશ્નનાલીટી…

ભાઇ તમે તસવીર જોશો તો ખરેખર તમારું દિલ કહેશે…!! છે ભલા.. લોકો ને જોતા જ ગમી જાય અને જબ્બર ફિટનેસ અને દેખાવડો સંકેત ની ચમક હવે આકાશે જોવા મળશે..

 

અભિનંદન પાઠવવા માટે…..

ગંગારામભાઇ ધોળુ…
9423820171

“જય હો”

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 9601799904

Exit mobile version