🔷 પીચ થી પેવેલિયન ભેગા કરી મુક્યા છે..

નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે જેમને ગજબનો લગાવ અને નાના અંગીયાના બસ સ્ટેન્ડ પર આજથી 13 વર્ષ પહેલાં બોલિંગ કરતો બાળક આજે ધુરંધર બેસ્ટમેન ને બોલ્ડ કરતો જોતા ખરેખર હરખ થાય.. ભારતભરમાં રમાતી ટુર્નામેન્ટમાં ભાગ લેતો કિશન આજે બેટિંગ અને બોલિંગના દમ પર ભલભલા બેસ્ટમેનને પરસેવે રેબઝેબ કરીને પીચ થી પેવેલિયન ભેગા કરી મુક્યા છે.
કિશનની ખાસિયત એ છે કે તે હવામાં બોલને સ્વિંગ કરાવે છે. હાથ પરથી રીલીસ થયા પછી બોલ ઝડપથી ગતિ કરતો બેસ્ટમેન કાંઈ સમજે તે પહેલાં વિકેટ રૂપી શિકાર થઈ ગયો હોય છે.તેવા જ તેના નાના ભાઈ પાર્થ પારશિયા પણ અહીં લોકલ ટુર્નામેન્ટમાં સારું એવું પ્રદર્શન કરી ચુક્યો છે અને કરે છે .હાલ ચીખલી ખાતે બન્ને ભાઈએ ભલભલા બેસ્ટમેનને પેવેલિયન ભેગા કરી મૂક્યા છે..!!

🔷 ટુર્નામેન્ટનો વિડિઓ જોવા માટે નીચે આપેલ ekzalak youtube ચેનલની લિંક..

🔷 16 ટીમએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો…

શ્રી કચ્છ કડવા પાટીદાર ચીખલી યુવક મંડળ દ્વારા આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2021- 2022 ચીખલી ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો.અને આ ટુર્નામેન્ટમાં લગભગ બીલીમોરા લગાતાર 12 વર્ષથી ચેમ્પિયન થતી આવી છે..
ટુર્નામેન્ટની હોટ ફેવરિટ ગણાતી બીલીમોરા એના અંદાઝ અને પ્રદર્શન મુજબ ફાઇનલમાં પ્રવેશ તો કરી ચુક્યા હતા પણ પાર્થ અને કિશન & ટીમનો મિજાજ કાંઈ ક અલગ હતો તે ને પારખવામાં બીલીમોરા ટીમ કાચી પડી..! લાસ્ટ 2 ઓવરમાં 17 રન ની જરૂર હતી અને સામે બોલિંગમાં કિશન અને તેને માત્ર 1 જ રન આપ્યો અને એ ટર્નીગ પોઇન્ટએ ચીકલીને ચેમ્પિયન બનાવી અને આ ટુર્નામેન્ટમાં કિશન કાંતિલાલ પારશિયાને મેં ઓફ ધ સિરીઝ જાહેર કરાયો…

જય હો

વિડિઓ સેન્ડર..
કાંતિલાલ પારશિયા..

✍️ મનોજ વાઘાણી – નાના અંગીયા
96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *