🔷 જુલાઈ એ જમાવટ કરી ભાઈ..!!!!

    કચ્છ પર july મહિનાની શરૂઆત જ ધમાકેદાર રહી છે. મેઘારાજા એ ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર ઈનિંગ રમ્યા છે. માંડવી અને મુન્દ્રામાં શરૂઆતી સીઝનમાં પાણી પાણી કરી મૂક્યું હતું તો નખત્રાણા વિસ્તારમાં ઝરમર જ્યારે નખત્રાણા , લખપત , અબડાસા , માંડવી , નિરોણા વિસ્તારમાં 15 થી 20ઇંચ વરસાદ છે ત્યાં રાપર , ભચાઉ વિસ્તારમાં 2 થી 5 ઇંચ જેવો હજુ વરસાદ પડ્યો છે..

🔷 Ek Zalak you tube લિંક..

🔷 મોટા ડુંગરોમાં હાલ ખડખડાટ ઝરણાં વહી રહ્યા છે..

 પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ ને મોજ કરાવી મૂકે એવી સીઝન છે. ઉપરથી મેઘો મહેરબાન છે , ત્યારે નખત્રાણા નજદીક આવેલ આશરે 1300+ પગથિયાં ધરાવતો સાયરા અને દેવપર યક્ષ નજદીક ભીખુઋષિ ડુંગર હાલ પ્રકૃતિ સોળેકલાએ ખીલું છે.. 8 જુલાઇ અને 11 અને 12 july થયેલ ધોધમાર વરસાદે ડુંગરને લીલોછમ કરી મુક્યો છે.

  ઝરમર અને ભારે ઝાપટા તો ક્યારેક ધોધમાર વરસાદે ને કારણે ભીખુઋષિ ડુંગર પર ઝરણાં વહેતા થયા છે.. ત્યાં સ્વચ્છ વાતાવરણ છે અને પક્ષીઓના કલરવ વચ્ચે વહેતુ ઝરણું બે ઘડીની મોજ અને અંતરને ખરેખર આનંદની અનુભૂતિ કરાવા માટે કાફી છે..

🔷 મિત્રો અને એમાંય મોસમ મહેરબાન…

 ચાલુ વરસાદે અંગીયાના મિત્રો ભીખુઋષિ પર વાદળો નો વિસામો જીવંત જોવાને માટે ગયા હતા.. ત્યાં ના મનમોહક દ્દશ્યો એ હાજર તમામ લોકો ને અદભુત અનુભૂતિ કરાવી હતી.  50 પગથિયાં માંડ ચડી શકે તેવા મિત્રો શિખરે પહેલા પોહચી ગયા હતા..! મિત્રો આ અદભુત વાતાવરણ નો કમાલ હતો.

 જેમ જેમ તળેટી થી ટોચે પોહચતા ગયા તેમ ત્યાં વિઝીબીલીટી 0 થતી ગઈ.. 5 મીટર આગળ કશું જ દેખાતું ન હતું. ઝરમર વરસાદ અને એ ઝાખપભર્યા વાતાવરણમાં અમે , પ્રકૃતિના આ રૂપને માણવાને માટે મિત્રો કલાકો સુધી બેસી રહ્યા..

‘જય હો’

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *