#પોઝીટીવપંચ 39.. સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે…!! 🌹
સ્ત્રી કેટલી જલદી ખુશ થઈ જાય છે’
બે મીઠા શબ્દ બોલીને.
પતિ કહી દે વાહ આજે તું સરસ દેખાય છે,
સ્ત્રીનું દિલ ખુશીથી જુમી ઉઠે છે.
જો સાસુ સસરા કહે વાહ
મારી વહુ જેવું કોઈ નઇ,
તો એ દિવસથી માબાપને
ભૂલવા લાગે છે,
સ્ત્રીની લાગણી કેટલી
જલદી પીગળી જાય છે.
બાળકો કહે વાહ મમ્મી !
તું અમને કેટલું સમજે,
અમને ભાવતું રોજ પીરસે
તો ડબલ ઉત્સાહથી એ
કામે લાગી જાય છે,
સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે.
સ્ત્રીતો બે મીઠા બોલની ભૂખી હોય છે
એ સતત પોતાના સન્માનને શોધે છે
ક્યારેક પતિની આંખોમાં,
ક્યારેક બાળકોના સ્વપ્નમાં
સબંધોના એ મેળામાં
સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જાય છે.
સ્ત્રી પરિવારનો ભાર વહે જાય છે
બસ લાગણીના બે શબ્દોની એનેભૂખ છે,
હસતા ચહેરામાં એ ખુદને સમાવીનેરાખેછે
ખરેખર સ્ત્રી જલ્દી ખુશ થઈ જાય છે.
પોતાને મિટાવી દે પણ પરિવારને સાચવે
જિંદગી પેદા કરવા પોતાને દાવ ઉપર લગાવી દે,
કાશ કોઈ એને સમજે, પ્યારથી એને સાચવે
ખરેખર સ્ત્રી કેટલી જલદી ખુશ થઈ જાય છે..
“જય હો”
Information Sender…
Via Whatsapp Group...