#પોઝીટીવપંચ 59… કચ્છના કમલમ ફ્રૂટને ‘ફળ’ તરીકે ભારત સરકારની મહોર.. સુરેશભાઈ ભગત ગુણાતીતપુર ક્ચ્છ દ્વારા…kamalam fruit indian government fruit approved
🔷 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ..
કૃષિ જંગલમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો યંશ કચ્છ અને કચ્છના પ્રયોગશીલ કિસાનો ને આઈ ખેડૂત પોર્ટલ ઉપર સૌથી પહેલા ક્રમ સાથે ખેડૂતો માટે ખુલ્લુ મુકાયુ : કચ્છના ખેડૂતોમાં આનંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં કચ્છમાં કમલમ ફ્રૂટ ઉર્ફે ડ્રેગન ફળના વાવેતરને મળેલી સફળતાની નોધ લીધી છે.પરંતુ ખુદ સરકાર ડ્રેગન ફ્રૂટને ફળ માનતી નથી. તે હકીકતથી કચ્છનાં કૃષિજગતને વાફેક કરતાં ‘કચ્છમિત્ર’ ના અહેવાલનો ત્વરિત પડ્યો હતો. કચ્છમાં કમલમ ફ્રૂટને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ‘ફળ’ તરીકે માન્યતા મળતા કૃષિ જગતમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો યશ કચ્છ અને કચ્છના પ્રયોગશીલ કિસાનોએ મેળવી કૃષિવિકાસના નવા દ્વાર ખોલ્યા છે.
🔷 ખેડૂતોને સીધો સબસીડીનો લાભ મળશે..
ભારત સરકારની કમલમ ફળ તરીકે માન્યતા મળતા હવે આ ફળના વાવેતર વિસ્તાર, વિકાસ, પ્રોસેસીંગ વગેરે માટે સરકારની સહાય યોજનાઓમાં સ્થાન પામશે અને તેમાં ખેડૂતોને સીધો સબસીડીનો લાભ મળશે. કચ્છના ખેડૂતો ૨૯૧૪થી કમલમ ફ્રુટની ખેતી કરતા થયા છે. પરંતુ વડાપ્રધાનની મન કી બાતમાં ઉલ્લેખ થતાં સંગ્રહ દેશમાં કચ્છનું કમલમ ફ્રૂટ ચર્ચામાં આવ્યું હતું..
🔷 સુચના કૃષિ વૈજ્ઞાનિકોને અપાઈ હતી..
‘કચ્છમિત્ર’ ના માધ્યમથી આ મુદો ઉઠતાની સાથે ડ્રેગન ફ્રુટને સરકારની ‘ફળ’ તરીકે માન્યતા મળી નહી હોવાની ચર્ચા ચોમેર જોશભેર જામી હતી. ત્યારથી સળવળાટ શરૂ થયો અને સરકારની ઈચ્છાશક્તિ હોવાનું પ્રતીત થયું હતું. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી તરફથી કચ્છના ડ્રેગન ફળના વાવેતરનો વિસ્તાર, પ્રમાણ, ખર્ચ, ઉત્પાદન,આવક, જમીન,પાણીની જરૂરીયા વગેરેનો સર્વક્ષ્ણ કરવાની સુચના કૃષિ વૈજ્ઞાનિકોને અપાઈ હતી. અને કૃષિ વૈજ્ઞાનિકોએ માત્ર દશેક દિવસમાં જ સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને કૃષિ યુનિવર્સીટીમાં સુપરત કર્યો હતો..
🔷 ફળ તરીકે માન્યતા..
કમલમ ફ્રુટને ‘ફળ’ તરીકે માન્યતા મળતા રાજ્ય સરકારે વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાટીંગ મટીરીયલ સહાય જાહેર કરતાં કચ્છના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્ય સરકારે તેના વર્ષ ૨૧-૨૨ માંના પ્લાનીગમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત યુનિટ કોષ્ટ અંદાજિત ખર્ચ રૂ. ૨.૫૯ લાખ હેક્ટરે નક્કી કર્યા છે. ખેડૂતોને ખર્ચના ૫૯ ટકા મુજબ મહતમ રૂપિયા ૧.૨૫ લાખ હેક્ટરે મળશે. એક લાભાર્થી ખેડૂત દીઠ વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મેળવી શકશે. રાજ્ય સરકારની આઈખેડૂત પોર્ટલ પર સહાય યોજનાની વિગતો સૌથી પહેલા ક્રમ નંબર એકમ કમલમ ફળને સ્થાન આપવામાં આવ્યું છે.
કમલમ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એનએચબી દ્વારા કમલમનું પ્લાન્ટીગ મટેરીયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રેડિટેશન ન થાય ત્યાં સુધી ખેડૂતો પોતાની પસંદગીનું સારી ગુણવતાવાળું પ્લાન્ટીગ મટેરિલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
🔷 આરોગ્ય માટે જડીબુટ્ટી..
ખનીજ, વિટામિન,લોહતત્વ સહિત માનવ આરોગ્ય માટે જડીબુટ્ટી જેવી ઔષધિય સંપતિ ધરાવતું આ ડ્રેગન ફળ સરકાર તરફથી ફળની માન્યતા મળતા આ ફળની આયાત ધટાડી ડ્રેગન ફળના ક્ષેત્રે પણ કચ્છ આત્મનિર્ભર બનશે. કિસાનો માટે આવકના નવા દ્વાર ખુલશે.
ખુબ જ વધુ ખર્ચ વાવેતર અને વિકાસ પામતા આ કમલમ ફળને નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ અને નાબાર્ડમાં પણ ચોક્કસ સ્થાન મળશે.કેમ કે ભારત સરકારે આ ફળને માન્યતા આપી છે. એટલે નજીકના ભવિષ્યમાં નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડ દ્વારા પણ સબસિડી મેળવી શકાશે એવી આશા કિસાનો ચોક્કસ રાખી શકે છે..
રાજ્ય સરકારે હેક્ટરે અંદાજિત ખર્ચ ૨.૫૯ લાખ નક્કી કર્યા છે. પરંતુ રોપાને સાપોટીંગ પોલ ઉભા કરવા માટેનો ખર્ચ હેક્ટર આઠ થી દસ લાખ જેટલો આવે છે. આમ વાસ્તવિક ખર્ચ હેક્ટરે તમામ ખર્ચ મળીને ગણતરી મુકીએ તો હેક્ટર દીઠ ૧૯ થી ૨૩ લાખ જેટલો થવા જાય છે. તેથી નાબાર્ડ અથવા નેશનલ હોર્ટીકલ્ચર બોર્ડના માધ્યમથી આ પોજેકટ વધુ સફળ થશે એમ ખેડૂતોનું કહેવું છે.
🔷 પ્રગતિશીલ ખેડૂત…
ખાસ ઉલ્લેખનીય છે કે કચ્છની જમીન પર કમલમ ફળના વાવેતરમાં કચ્છના કેટલાક પ્રગતિશીલ અને પ્રયોગશીલ કિસાનોએ નેત્રદીપક સફળતા મેળવી છે જેમાં હરીશભાઈ મોરારજી ઠક્કર, લખમશીભાઈ ચાવડા,વિશાલ ગડા, કલ્પેશ હરિયા, સાગર ઠક્કર, શામજીભાઈ પિંડોરીયા, ગોવિંદભાઈ પટેલ, ભરતભાઈ રાઘવાણી, મયંક સિંઘવી, મિતુલ પોકાર, પીયુષ વાસાણી, અનિલ ચોપડા, ધીરજભાઈ લીંબાણી, ગીતાબેન જેઠવા, મહેન્દ્રભાઈ શાહ, મનજીભાઈ ધોળું, તથા અન્ય પ્રયોગશીલ અને સાહસિક ખેડૂતોએ પ્રયોગને ઊંચા આવામ સુધી પહોચાડ્યો છે. આ ખેડૂતોએ ‘કમલમ ફળ’ નામ આપવા કચ્છના સાંસદ વોનોદભાઈ ચાવડાના માધ્યમે રજૂઆત પણ કરી હતી. ક્રોકીટના પાકા પાયાના આસરે વવાતા આ કમલમ ફળને સરકારની મહોર અને સહાયરૂપી પાયો મજબૂત બનતા વાવેતર સાથે વિકાસના નવા સોપાન સર કરશે.