#પોઝીટીવપંચ 75.. Covid certificate લખીને તમારા વ્હોટ્સએપ નંબર પર માત્ર 30 સેકન્ડમાં મંગાવો વેક્સિન સર્ટિફિકેટ..! ટ્રાવેલિંગ સમયે વેક્સીન પ્રુફ તરીકે પડતી જરૂરિયાત. My Government help desk મોબાઇલ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે તેવું સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી..


🔷 રજિસ્ટર્ડ નંબર પર આવશે OTP..


સર્ટિફિકેટ મેળવવા માટે +91 9013151515 નંબર મોબાઈલમાં સેવ કરવાનો રહેશે. ત્યાર બાદ covid certificate લખી આ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. જે નંબરથી વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે એ નંબર પર OTP આવશે. તેને પણ વ્હોટ્સએપના મેસેજ બોક્સમાં લખીને મોકલવાનો છે.ત્યાર બાદ થોડી સેકન્ડમાં કોવિડ સર્ટિફિકેટ આવી જશે..!


Devashish Hospital – Nakhatrana (kutch)

🔷 મેં મારા વોટ્સએપ નંબર પર વેક્સીન સર્ટિફિકેટ માત્ર 30 સેકન્ડમાં મંગાવ્યું..!

સૌ પ્રથમ +91 9013151515 મેં કોન્ટેક્ટ નંબર મારા ફોનમાં સેવ કર્યા. ત્યારબાદ Covid certificate લખીને મેસેજ સેન્ડ કર્યો અને તુરંત મારા વોટ્સએપ નંબર પર OTP આવ્યો અને એ પાછો ફરી એજ નંબર +91 9013151515 પર સેન્ડ કરતા સામે થી મારા નંબર પર મેસેજ આવ્યો. જેમાં મારા નંબર પર મારા કુટુંબના ચાર સભ્યોની વેક્સીન રજિસ્ટ્રેશન છે એટલે મને 1 થી 4 ઓપશન આપ્યા કે કોના નામનું આપણે સર્ટિફિકેટ જોવે છે..?ઓપશન પસંદ કરો અને જેવો મેસેજ સેન્ડ કર્યો અને માત્ર 10 સેકન્ડમાં વેક્સીન સર્ટિફિકેટ આવી ગઈ..!



🔷 સ્વાસ્થ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું હતું કે જે વ્યક્તિ વેક્સિન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માગે છે તેમણે મોબાઈલથી એક વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યાર બાદ કેટલીક સેકન્ડમાં જ વેક્સિન સર્ટિફિકેટ મોકલવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર આ પગલાને સામાન્ય નાગરિકો માટે શાનદાર નિર્ણય ગણાવ્યો હતો..




“જય હો”

ઇન્ફોર્મેશન..
Whatsapp Group..




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *