#પોઝીટીવપંચ 78.. પરિવાર એટલે શું..? તમારા દિકરા ની વહૂ ને દહીં ની કિમત સમજાય..


🔷 જયારે એક ભાઇ ૪૫ વર્ષ ની ઉમર નાં હતાં ત્યારે તેમનાં ધર્મ પત્નિ નો સ્વર્ગવાસ થઈ ગયો.

તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલા એ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહી ને બધા ને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિ ની મને ભેટ છે.તેને હું સારી રીતે જતન કરી ને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે.

પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્ર ને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા.પુત્ર ના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવાર નાં પૂત્રના ઓફીસે જવા ના સમય પહેલાં જમવા બેઠા.

🔷 જમવા ની શરૂઆત કર્યા બાદ તેમણે વહુ ને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપો ને ?

પુત્ર ની પત્નિ એ દહી નથી એવો જવાબ આપ્યો. આ જવાબ પુત્ર ધર માં દાખલ થતા સાંભળી ગયો. પિતાજી એ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.જમવા માં અન્ય ચીજો સાથે પ્યાલો ભરી ને દહીં પણ પત્નિ પીરસે છે.
પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમી ને ઓફીસે જવા રવાના થઈ જાય છે. થોડા દિવસો પછી પુત્ર એ તેમના પિતાજી ને કહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવા નું છે.

🔷 આજે તમારા પુનર્લગ્ન્ છે….

પિતાજી એ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિ ની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁ ની આવશ્યકતા નહીં હોય.
પછી બીજા લગ્ન્ન શું કામ ? પુત્ર એ જવાબ આપ્યો- પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ”

🔷 હું તો માત્ર તમારા માટે દહીં નો પ્રબંધ કરી રહ્યો છું..

કાલ થી હું મારી પત્નિ સાથે ભાડા નાં મકાન માં રહીશ અને તમારી ઓફીસ માં એક કર્મચારી તરીકે નો પગાર લઈશ જેથી કરી ને તમારા દિકરા ની વહૂ ને દહીં ની કિમત સમજાય.

બોધ.

માઁ_બાપ સંતાનો માટે ATM કાર્ડ બની શકે છે…

તો સંતાનો એ પણ માઁ- બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને_?

મિત્રો તમને યોગ્ય લાગે તો જ બીજા મિત્રો સાથે શેર કરજો..!

ડિલીટ મારતા પહેલા અન્ય ગ્રુપ માં મોકલવા નું ચૂંકશો નહીં_કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી ચીંધવા નું પુણ્ય મળશે .

ધન્યવાદ !!

*સ્ટોરી નો મતલબ સમજાય તો શેર કરજો*🙏🙏🙏

“જય હો”

ઇન્ફોર્મેશન..
Whatsapp Group



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *