#EkZalak315 ફિલ્મ ‘રેવા’ ના ‘ચેતન ધનાણી’ ના (બાપુજી) શાંતિલાલ ભાઈ સાથે સવિશેષ સવાંદ… Facebook,WhatsApp,ટીવી સમાચારો,ન્યુઝ પેપરો,મેગેઝીન તેમજ ગુજરાતી સિનેમાક્ષેત્રે,રંગમંચ પર અભિનય,ગાયન કરતા ‘કલાકારો’ તથા ગુજરાત ના નામચીન કવિઓ,વાર્તાકારો,લેખકો,Rj, એ ફિલ્મ ‘રેવા’ માં ડુબકી મારી ને પોત- પોતાના રીવ્યુ આપી ને,સંતોષ માણીને ફિલ્મ ને ખૂબ જ વખાણે છે.વધાવે છે,અને ફિલ્મ જોવા અપીલ કરે છે. બધા મિત્રો ના ફિલ્મ Reva વિશે અલગ-અલગ મંતવ્યો વાંચ્યા પણ મારા મિત્ર ‘નીતિનભાઈ ભાદાણી’ અને મને થોડુંક અધૂરું મહેસૂસ થતું હતું,અમેં બન્ને જણા સંતોષ ‘રેવા’ ના રીવ્યુ ‘શાંતિલાલભાઈ’ ના મુખે સાંભળીને થાય તેમ હતું એટલે,અમે બન્ને મિત્રો ફટાફટ શાંતિલાલભાઈ પાસે પહોંચી ગયા.ફિલ્મ રેવા ના મુખ્ય કિરદાર નિભાવનાર યુવા ‘ચેતનભાઈ ધનાણી’ ના બાપુજી સાથે સવિશેષ સવાંદ કરી ને ફિલ્મ નો રીવ્યુ જાણ્યો અને અમને ખરેખર આવી કાળજાળ ગરમી માં કોઈક ‘ઠંડો’ શેરડી નો રસ પીવરાવે એવી હૈયે ટાઢક વળી. પોતાનું ‘ખૂન’ આજે ફિલ્મ ‘રેવા’ માં મુખ્ય પાત્ર ભજવી ને,શિખર ના ચોટી પર પરફોર્મન્સ દ્વારા પોહચશે,દુનિયા અને ખાસ ગુજરાતી ફિલ્મીક્ષેત્રે મોટા ગજા નો દમદાર અભિનેતા ઉભરી આવશે તેવો વિશ્વાસ ન હતો.ચેતન ‘એ’ કરી બતાવ્યું,વાતચીત દરમિયાન હરખ ના આંસુ ‘શાંતિલાલભાઈ’ રોકી ન શક્યા.ખૂબ જ ખુશ થઈ ને પોતાની જાણીતી ચોટદાર શૈલીમાં અમારી સાથે ‘સંવાદો’ કર્યા તે આપ આછેરી #EkZalak પેજ પર જોઈ શકો છો.. ‘જય હો’ ઇન્ટરવ્યૂ. નિતીનભાઈ ભાદાણી.
✍ મનોજ વાઘાણી..

https://www.youtube.com/watch?v=XKvS5IUOBGk


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *