#પોઝીટીવપંચ 84. ગુજરાતમાં સરકારી બસો GSRTCના 16 ડિવિઝન વિશે જાણવા જેવુ..દિપેન પટેલ ઓસ્ટ્રેલિયા દ્વારા નોલેજ વધારતી બસના ફોટો સાથે ઇન્ફોર્મેશન.


ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. GSRTCના ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે. GSRTC એ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.


તેનુ લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.

(૧) અમદાવાદ વિભાગની બસો પર “આશ્રમ”




(૨) અમરેલી વિભાગની બસો પર “ગિર”

(૩) ભરુચ વિભાગની બસો પર “નર્મદા”




(૪) ભાવનગર વિભાગની બસો પર “શેત્રુંજય”

(૫) ભૂજ વિભાગની બસો પર “કચ્છ”

(૬) ગોધરા વિભાગની બસો પર “પાવાગઢ”

(૭) હિમ્મતનગરની બસો પર “સાબર”

(૮) જામનગર વિભાગની બસો પર “દ્વારકા”

(૯) જુનાગઢ વિભાગની બસો પર “સોમનાથ”

(૧૦) મહેસાણા વિભાગની બસો પર “મોઢેરા”

(૧૧) નડિયાદ વિભાગની બસો પર “અમુલ”

(૧૨) પાલનપૂર વિભાગની બસો પર “બનાસ”

(૧૩) રાજકોટ વિભાગની બસો પર “સૌરાષ્ટ્ર”

(૧૪) સુરત વિભાગની બસો પર “સૂર્યનગરી”

(૧૫) વડોદરા વિભાગની બસો પર “વિશ્વામિત્રી”

(૧૬) વલસાડ વિભાગની બસો પર “દમણ ગંગા”



આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે તેના કાચ ઉપર નામ લખેલું હોય છે.

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર
Whatsapp Group..

Pratik Keshrani


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *