અગાઉ અનેક વખત વિશ્વ સ્તરની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ઝળકી ચૂક્યો છે.

 

   નખત્રાણાના યુવા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેવાંગ કિશોર ભાઈ પરમાર (ચામુંડા જવેલર્સ વાળા) એ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એક ઉચ્ચ તમ સ્થાન મેળવી શ્રી મારૂ કંસારા સોની સમાજ નખત્રાણાનું નામ વિશ્વ સ્તરે ગુંજતું કર્યું છે.

     દેવાંગે હાલમાં જ  35AWARDSમાં ટોપ 1%માંવૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા 35AWARDS ફોટોગ્રાફી કોન્ટેસ્ટમાં અનેરી  સિદ્ધિ મેળવી છે . વિશ્વ સ્તરની આ કોન્સ્ટેટ કે જ્યાં પહોંચવું  હજારો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોનું એક સ્વપ્નું છે જ્યાં માત્ર ગણતરીના ફોટોગ્રાફરોનું જ સ્વપ્ન  સાકાર થાય  છે. આ વિશ્વ સ્તરની કોન્ટેસ્ટ માં વિશ્વના

      87 દેશોના 738 શહેરોના કુલ્લ 7,779 ફોટોગ્રાફ્સએ ભાગ લીધો હતો જેમાં થયેલા કડક મૂલ્યાંકનમાં દેવાંગ સોનીનો બ્લેક-એન્ડ-વ્હાઇટ ફોટો “ધ હન્ટિંગ ઇગ્રેટ” સીધો **ટોપ 1%**માં પહોંચી ગયો હતો — એ એક એવું સ્પેસ છે જ્યાં સામાન્ય ફોટો ક્યારેય પહોંચતો નથી. આટલે થી ના અટકતા

     માત્ર ફોટાને જ નહીં, દેવાંગ સોનીને સ્વયંને “બ્લેક & વ્હાઇટ : મૂવમેન્ટ” કેટેગરીમાં ટોપ 4% બેસ્ટ ફોટોગ્રાફરનો ખિતાબ મળ્યો છે. આ રેન્કિંગ થી એ સાબિત થાય છે કે  તેનું કામ માત્ર શોખ ખાતર નહિ પણ પ્રોફેશનલ લેવલનું અને વૈશ્વિક ધોરણને ટક્કર આપે એવું છે.

       35AWARDS વિશ્વભરના ટોચના ફોટોગ્રાફરોની પસંદગી માટે જાણીતું છે અને અહીં સ્પર્ધા માત્ર કઠિન નથી—બહુજ બૌછાર છે. આવા પ્લેટફોર્મ પર ટોપ 1%માં સ્થાન મેળવવું સ્પષ્ટ કરે છે કે દેવાંગ સોનીની નજર, ટાઈમિંગ અને કમ્પોઝિશન પરનો કાબૂ સામાન્ય નથી.

   ગત વર્ષે યાહમા બાઈકની એડ માં ભાગ લઈ દોઢ લાખની કિંમતની બાઈક જીતનાર દેવાંગ સોની આ અગાઉ પણ અનેક વખત વિશ્વ સ્તરની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં  દેવાંગ સોની ઝળકી પરિવાર તેમજ જ્ઞાતિનું ગૌરવ વધારી ચૂક્યો છે.

 આપણી  જ્ઞાતિની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ઉભરતી પ્રતિભાને  દેવાંગને ઉતરોતર પ્રગતિની મંગલ શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *