#जिक्र का जंक्शन 116… નાના-અંગીયા મધ્યે આયુર્વેદિક સફળ નિશુલ્ક નિદાન કેમ્પની તસ્વીરી ( Ek Zalak)

             આજરોજ નાના-અંગીયા ગામ મધ્યે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા તેમજ સંજીવની ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન સરસ્વતી વિદ્યાલય- નાના અંગીયાના પ્રાંગણમાં કરવામા આવ્યું હતું.
બરાબર સવારે 9.00 કલાકે શાળામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો તેમજ ગુજરાતના નામચીન ડો.કુંદન ગઢવી,ડો.કિશનગીરી ગુશાઈ,ડો.ડોલી ઉમરાણીયાના સાથે પશ્ચિમ કચ્છના નામચીન યુવા સામાજિક અગ્રણી નૈતિક પાચાણી,અંગીયા ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી તુલસીભાઈ ગરવા,મણિલાલ મેઘાણી,શાળા પરિવારના #SMC સભ્ય વડીલશ્રી ગંગારામ પારસિયા,સંજીવની ગ્રુપ તરફથી ભાવેશ ચોપરના વરદહસ્તે દીપપ્રાગટ્ય કરી અને આ આયુર્વેદિક નિશુલ્ક નિદાન કેમ્પને ખુલ્લો મુક્યો હતો…
          આ કાર્યક્રમનું સભા સંચાલન શાળા-પરિવારના સાહેબ શ્રી જીગ્નેશભાઈ ગોહિલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજ વાઘાણી,મણિલાલ મેઘાણી,અબજી પટેલ,ડો આઇદાન ગઢવી,ઈશ્વરભાઈ વાલજીયાણી વગેરે જહેમત ઊઠાવી હતી…

મનોજ વાઘાણી…..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *