#जिक्र का जंक्शन 126.. અંગીયા આખાનો ચાંગલો ચકુંડો ‘હેતુ’ ને કૌશિક મારાજનો કાનુડો ‘છેતું’…. (‘હેતુ’ તું હરહંમેશ મઝામાં ‘રેતું’) નાનકડી રચના રૂપે એક આછેરી ‘ઝલક’🎂🎂🎂

અંગીયા આખા નો ચાંગલો ચકુંડો મારાજનો હે’તુ’
મનોજ કાકાની સાથે છે,આજે પણ અનોખો સે’તુ’

શેરીએ -શેરીએ,ઘરો-ઘર,ગામ આંખમાં આંટાફેરા ફરે’તું’
ચોકમાં ચંદુભાઈની દુકાને વારે ઘડી ભટરને ભાભ લે’તું’

કૌશિક મારાજની જાય ગાડી ગંગાજી,પાછળ ધમપછાડા કરે’તું’
ઘરેથી નીકળે બાલ-મંદિરના બહાને અને નથુ-નગર ઠેઠ પોહચે ‘તું’

સંસ્કૃતના શ્લોકોનો નું સ્વ-પઠન સડસડાટ અસરદાર બોલે’તું’
કચ્છીમે ચો અસી ‘મારાજ કી આય’ ખાશો આય હેંડો ચે’તું’

દેખાવે ગોલમટોળને હલકો-સલકો છોટા ભીમનો ભાઈ છે’તું’
દાદા મુલશકર કે 5ના વેફરુંના પડીકા ખાઈ ખોટો ફુલ્લયો રે’તું’

ગામ આંખમાં ‘સતુભા’ ની સાથે કલાકો-કલાકો સુધી બેવે’તું’
ભેન્યા તમારો દીકરો ‘વિમલ’ ખાય રયો,એવું દરેકને ઘરે સાચી રાવ દે’તું’

હીરાકાકાની સ્કૂલબસની બારી પાસે સવાર-પોરમાં એકલો બે’તું’
જય શ્રી લક્ષ્મીનારાયણ મનોજ કાકા,એવો હાથ હલાવે અમારો ‘હેતું’

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *