#EkZalak450… અંગીયા નાના અને મોટાની વચ્ચે વમશે વહેતી ભુભાટ ભૂખી…. (નદીના નવા નીરનો નજારો નિહાળવા અને નાહવાની મોજ માણવા મોટી સંખ્યામાં એકત્રિત થયેલ અંગીઅંશો)રવિવારી રજામાં રખડતા રેઇનબોય😍😎 🌦🌧🌪🌤🏊🏊

      વરસાદ થી વંચિત રહેતા એરિયામાં જ્યારે મેઘો એની અનરાધાર ઈનિંગનો દમ દેખાડે ત્યારે આ વરસતા વરસાદમાં તો યુવાનીયા તો ઠીક,પણ વડીલોના હૈયા એ યુવાન થઈ જતા હોય છે..!!આ એરિયાના લોકોની અપેક્ષાઓ એટલી જ હોય કે ભગવાન એકવાર મહેર કરે.ભૂખી બે કાંઠે આવી જાય અને તળાવ ભરાઈ જાય એટલે આ વરસનું ટેન્શન હલકું.પગે ચાલવામાં અસમર્થ વડીલોઓ પણ નદીને નિહાળવા આશાવાદી બંને ત્યારે અંતરનો હોંશ અને આ વરસતા વરસાદનો જોશ તેમાં થનગનાટ કરતો અમે નજરે નિહાળ્યો છે.પાછા અમારા જેવા રખડુ આ વહેતી નદીમાં લટાર મારે ત્યારે તો વડીલોએ પોતાના જુના દિવસો અમને જોઈને વાગોળતા હશે…!!
       રવિવારની સવાર જ એક અલગ જ અંદાજ અને તાજગીસફર ઝરમરીયા વરસતા વરસાદમાં જાણે કોઈક હિલ સ્ટેશનમાં હોઈએ તેવો અનુભવ સાથે થઈ..!અંગીયા માટે બમણી ખુશી,એક બાજુ તળાવ વધાવાયું તો બીજું બાજુ ભૂખી પોતાના અંદાઝમાં વહેતી હતી.આખું ગામ સવારથી તળાવ અને નદી જોવામાં વ્યસ્ત અને મસ્ત..!!
ગામના નાના-મોટેરા સૌ નદીને નિહાળવા અને નહાવાનો એક પણ મોકો ચૂકવા માંગતા ન હતા..ના જ ચુકે..?? કેમકે વર્ષો બાદ એકાદો દિવસનો આ આકાશી વરસાદનો નજારો નિહાળવા અને માણવા મળતો હોય છે..!!આ તલપની ઝલક મેળવવા આશાવાદી અંગીઅંશ ચાલુ નદીમાં યુવાનીયાઓ આશરે 8 થી 10 કિલોમીટર ચાલીને નદીના વેગ સામે પોતાના અંદાઝમાં મશગુલ નજરે પડે છે..
      આ સીનસિનેરીની મઝા અને ઝલક કચ્છ બહાર વસતા કચ્છીઓના હૃદયને સ્પર્શ કરશે અને પોતાની જૂની યાદોને તરોતાજા કરશે..!!

‘જય હો’

તસ્વીર અને વિડિઓ સેન્ડર..
અક્ષય (અક્કી) નીતિન આધાણી,
ભાવેશ પારસીય,શરદ પોકાર…

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *