એ સમયે એવો વિચાર મન માંથી સ્ફૂર્યો કે જીયાપર મધ્યે કડકડતી ઠંડીમાં ysk ચેક અર્પણ કરવા અમારી સાથે ચાલેલા સેવાભાવી શૈલેશભાઈની સિરિયસ હાલત જોઈને એવું લાગ્યું કે લગભગ ysk નો ચેક અર્પણ તેમનો જ ન કરવો પડે..!! તે સમયે Healthy શરીર અને પીડાદાયક પોઝિશન જોઈ ને કાતિલ ઠંડીમાં પણ અમારા જેવાનાં પસીના છૂટી ગયેલ..
નિર્વ્યસની હોવાનો ફાયદો…
22 વર્ષના યુવાન ની જેમ ગમે તેવી કાતિલ ઠંડી હોય, તો પણ શરીર એ હરામ જો બંડી પહેરે….!! આપણે કાય ન થાય.. નીરોગી શરીર અને પાછું શિયાળામાં ઠંડા પાણી થી સ્નાન કરવું એ શૈલેશભાઈ નો રૂલ્સ. સામાજીક સેવા ને સમર્પિત શૈલેશભાઈ ને જ્યારે પેરેલિસિસ થયું ત્યારે યુવા સુરક્ષા કવચ (ysk) નો ચેક અર્પણ કરવા ને માટે જીયાપર મધ્યે યુવાસંઘ ક્ચ્છ રીજિયન ની ટીમ જોડે પ્રવીણભાઈ ધોળું ( નાગલપર) જોડે ચાલેલા..
ઘર આવતી વખતે ચાલુ ગાડીએ હાથ સુન્ન પડી જવા જેવી પ્રોબેલમ થતાં શૈલેશભાઈ એ પ્રવીણભાઈ ને જણાવ્યું ત્યારે પ્રવીણભાઈ એ કહેલું કે આવી ઠંડીમાં એ તું કોટ એ ન પહેર અને ન કાન એ બાંધ. હજુ છોકરા જેવો યુવાન થા તે ઉંમર એ જોવી પડે ને..? નાગલપર પ્રવીણભાઈ ને છોડી ને નખત્રાણા તરફ જતી વખતે પેરેલિસિસ થઈ જતાં શરીરની જમણી બાજુ આખી એ સુન્ન પડી ગયેલ.. મન ના મક્કમ , હાર માનવી જેમના સ્વભાવમાં નથી એવા શૈલેશભાઈ માં ઉમિયાની અસીમ કૃપા , મિત્રોની પ્રાર્થાના ના પ્રયાસરૂપ 80% શરીર પર પકડ બનાવી લીધી છે..તેના પાછલ તેનું નિર્વ્યસ એ શરીર ને ઝડપી રિકવરી કરી આપી..
આજે પણ લાકડી લઈને સમાજ કે યુવાસંઘની મિટિંગમાં હાજરી એ સક્રિય કાર્યકર તરીકે ધબકતું હ્રદયની સાબિતી આપે છે.. જીંદગી નું જોરદાર કમબેંક કરનાર શૈલેશભાઈ પોકાર ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ..
શુભેચ્છક..
યુવાસંઘ ક્ચ્છ રિજીયન
મનોજ વાઘાણી (મૂછાળા)
પ્રવકતા , યુવાસંઘ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…