#EkZalak454.. રાત્રીના 2 વાગ્યે બારણું ખટ-ખટાવો ને પ્લેયર્સને પુરસ્કાર આપીને પીઠ થાબળતા એવા મોટિવેશનના મહારથી,માનવસેવા સાથે સમાજસેવામાં સદાય સૌ-પ્રથમ રહેલ અને સાદગીસભર જીવન જીવનાર પ્રેરણાદાયી પાત્ર એટલે શિવદાસ ડાયાભાઈ પાંદડીયા… (સિલ્વર સિક્કાની સેવાથી જાણીતા શિવદાસબાપા મેઘાણી આપની સેવાકીય કાર્યોની હંમેશા ખોટ વર્તાશે) મિસ યુ શિવદાસબાપા….🙏🙏😭😭😢😢

       આ એવી અંગીયા ગામની વ્યક્તિ હતી કે એના આંગણે કોઈ વ્યક્તિ આવે તો એમનું અંતર આનંદિત થઈ જતું..!! રાત્રીના બે વાગ્યા હોય કે ભર-બપોરે 12,જો એમને ખબર હોય કે ગામની વોલીબોલ ટીમ ટુર્નામેન્ટ રમવા ગઈ છે તો જાગે..!!એટલું જ નહીં જો વિનર થઈ તો..?? તો આ મોટી ઉંમરે શરીરની બિલકુલ પરવા કર્યા વગર જો ભર-ઊંઘમાં હોય તો બાપાના ઘરનું રાત્રે 2 વાગ્યે બારણું અલ્લાદીનના ચિરાગની જેમ ખટ-ખટાવો અને તમને ખુશ કરી મૂકે..!!બાપા રીતસરના રોકડ રકમ ખેલાડીને આપતા અને દરેક પ્લેયર્સની પીઠ થાબળતા,ખરેખર આવા વ્યક્તિ લાખોમાં એક હોય..!!કેમકે આજે પ્રશંસાના બે શબ્દો કહેતા નથી ત્યાં શિવદાસબાપા સિલ્વર સિક્કો આપેલા છે,પછે ભલે ને ચાંદીનો ભાવ 50,000/- કેમ ના હોય…!!


      સમાજ કે સોસાયટીમાં રહેલ નબળા વર્ગના માણસના મનને પારખીને આપે જે ગુપ્તદાન કરીને મદદરૂપ થવાના વ્યક્તિત્વ ની સુગંધ આજે ચો-તરફ ફેલાવી છે..!!(નોંધનીય છે) આંગણે આવેલ અતિથિનું અંતર-મન જાણવાની આપણી જે જિજ્ઞાસા અને થઈ શકે એટલી મદદ કરવાની આપણી ભાવના શિવદાસબાપા સદાય લોકો વર્ષોના વરસ વાગોળતા રહેશે..!!સેવાને સર્વોપરી રાખીને દરેક સ્થિતિઓમાં સમૂહ લગ્નમાં કન્યાઓ હોય કે ટુર્નામેન્ટમાં ખેલાડીઓ,હંમેશા ફૂલ નહીં તો ફૂલની પાંખડીના પ્રતીક ભેટ રૂપે આપ ચાંદીના સિક્કાઓ આપીને પ્રોત્સાહિત કરતા એ સેવા સદાયકાળ સૌના હૃદયમાં જીવંત રહીને ધબકતી રહેશે..


     શિવદાસબાપાનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આજે યુવાનીઓને પથદર્શકનું કામ કરે તેવો છે..!!પ્રેમાળ હૃદય,ચારિત્ર્યના ચોખા માણસ અને સેવાભાવી જીવડો સવાર-સાંજ પોતાની પત્ની સાથે નિત્ય મંદિરે સજોડે (લક્ષ્મીનારાયણ સ્વરૂપે) જાય..પોતાનો ફ્રી ટાઈમ મોટાભાગે પરિવાર સાથે અને આ મોટી ઉંમરે પત્ની સાથે વિતાવતા એ મારુ જાત નિરીક્ષણ.(ગામના ઓટે ગપ્પાં મારવા કે મારીતારી કરવી શિવદાસબાપાને બિલકુલ ગમતું નહીં) યુવાની નહીં પણ જીવનનો જ્યારે અંતિમ પડાવ ચાલી રહ્યો હોય અને તેમાં પણ પત્ની સાથે એક દિવાલપર બેસીને સુખદુઃખની રયાન એટલે સમજો તમારું લગ્નજીવન અને તમારી જોડીએ સફળ જીવન જીવ્યું કહેવાય એ નોંધ આજના યુવાનીયાએ લેવા જેવી ખરી..!!(જે સમય પોતાનો ફ્રી ટાઈમ પરિવારને આપેલ એના વ્યાજના વ્યાજરૂપે એ સમય બાપાના અંતિમ દિવસોમાં બાપાના ત્રણેય દીકરા,વહુ,પોતરા,પૌત્રી ખડેપગે શિવદાસબાપાની સેવામાં પુરા હોંશ અને જોશથી લાગેલા જોઈ બાપાના અંતરમાં જબરદસ્ત ઠંડકવળી હશે)


      2018 ની લક્ષ્મીનારાયણ સમાજ યુવક મંડળ આયોજીત સિક્સ એ સાઈડની ચાલુ ટુર્નામેન્ટમાં મને કહ્યું વાઘાણી..?મને વિજેતા ટીમને ચાંદીનો સિક્કો આપવાનો છે, અને આવતીસાલ મને યાદ કરાવજે 2019ની ટુર્નામેન્ટમાં છ એ છ ખેલાડીને પ્રતિકભેટ રૂપે ચાંદીનો સિક્કો આપીશ તે યાદગારી રૂપ આપ નીચે તસ્વીરમાં જોઈ શકશો.બાપા આપે જે આપેલ ચાંદીના સિક્કઓની ચમક અમારા શો-કેશોમાં ચમકતી રહેશે સાથે સૌના હૃદયમાં છાપ અંકિત રહેશે..!!
     આપણા જીવનપરથી એટલું શીખવા મળ્યું કે દરેક ને પ્રેમ કરો,કોઈને અવગણો નહીં.કેમકે દરેક વ્યક્તિ સારી છે,કુદરત પરિસ્થિતિ પ્રમાણે કોઈક પર સોનાનું તો કોઈક પર લોઢાનું આવરણ ચઢાવી દેતી હોય છે..!!
લખવા બેશીએ તો બાપાના જીવનયાત્રા પર એક પુસ્તક લખાય..!!જીવનમાં આપણો ઇન્ટરવ્યૂ ના લઇ શક્યો એનો મને વસવસો રહેશે.આપણી દિવ્ય આત્માને આપણા સેવાકીય કાર્યો અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ શાંતિ આપે તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના… (આપ સદાયકાળ અમારા હૃદયના ખુણામાં જીવંત રહેશો)

‘જય હો’

 મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *