#जिक्र का जंक्शन 140….. કુદરતનો એક બહેતરીન નિયમ છે.જેમનું ‘સર્જન’ છે એમનું ‘વિસર્જન’ અહીં જ છે..!! (કૃષ્ણ હોય કે કંશ,રામ હોય કે રાવણ,સિકંદર હોય કે શિવાજી કે પછી સંત હોય કે સામાન્ય માનવી)🕉☪✝🗺
પોતાની જાતને સંપૂર્ણ શ્રધ્ધા સાથે ગરબી ચોકમાં,માં ભવાનીના સાનિધ્યમાં ગરબાને ફરતે રાસ લેતી વખતે થાક લાગ્યો છે ખરો…??મારો જાત અનુભવ,મને હરામ જો થાક લાગે તો..!!તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો બેધડક પૂછી લેવાની છૂટ છે હો કેમકે અમારી સમાજજનોનું પ્રત્યક્ષ નિર્દશન છે.મને અંદરૂની પાવરના પરચાની અનુભૂતિ થઈ છે જે પરમતત્વ સાથે કોઈક ના કોઈક રીતે તો કનેક્ટ છે,જેને લોકો શ્રધ્ધા કહે છે…!!ગરબાના વિદાયબાદની રાસની રમઝટની મોજ પહેલા જેવી રહેતી નથી..!!માનસિક અને શારીરિક રીતે ભારે થકાવટ તમને કહીના કહી રુકાવટ કરતી હોય છે.(શરીરના સ્પેરપાર્ટ આરામની ફરમાઈશ કરતા હોય છે) મારુ પાંચ વર્ષનું ઓબ્ઝર્વેશન નવરાત્રી દરમિયાનનું છે જે મને શક્તિનો અનુભવ થયો એ શેર કર્યો છે..!!🕉👣
હું એટલું આ ધાર્મિક ઉત્સવો જન્માષ્ટમી,ગણેશ ઉત્સવ કે ગરબા પર થી શીખ્યો કે આખરીમાં સૌને મિટ્ટીમાં મળી જાઉં છે.(ઉત્સવો જીવનમાં શીખ અને સમજણ આપવા જ ઉજવાતા હોય છે) જીવનની દરેક ક્ષણને માન અને સૌના સન્માન સાથે નીચોવીને જીવી લ્યો.કેમકે મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરનાર સાક્ષાત ભગવાન હોય કે દુનિયાના અનેક નામી-અનામી જીવ હોય..!!મૃત્યુ એ આ દુનિયાની એક માત્ર સત્ય સનાતન નિશ્ચિત છે.અંતે સૌને આ મિટ્ટીમાં મળી જાઉં છે.જેમ આવ્યાતા એમ બધુએ છોડીને..
બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરીએ તો ઉત્સવો ઉત્સાહમાં વધારો તો કરે સાથે જીવનમાં ઘણુંબધું શીખવી પણ જતા હોય છે..!!ઉત્સાહભેર ખરીદેલો ગરબાને રંગો અને નિતનવી આઇટમોથી સજાવીએ છીએ,હોંશભેર અને આસ્થાભેર નવ દિવસ માં જાણે આપણા પડખે હોય એવો અહેસાસ કરાવતી આખરે સૌને આ મિટ્ટીમાં વિલિન થઈ જાઉં છે તેવો સંદેશો આપતી આપણા વચ્ચેથી આંખોના ખૂણા ભીના કરતી વિદાયલેતી હોય છે..😔
‘જય હો’
ફોટો ક્લિક..
કિશન રૂડાણી..
✍ મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)