હરિહર પરંપરા જેવી વિવિધ મેશેજીક ઝાંખી અને હાથી પાલખી સંગાથે સંસ્કારધામ થી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કુળદેવી માં ઉમાના સંતાનો ઉમટી પડ્યા.. શોભાયાત્રા માં 75 ફૂટ ધ્વજ દર્શન , અમૃત મહોત્સવમાં આસ્થાની અભવ્યક્તિના અવસર ને યાદગાર પળના સાક્ષી પાટીદારો ની આછેરી ઝલક…

♦️ સંસ્કારધામ 

     શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામ થી વાંઢાય માં ઉમાં ના પ્રટા ગણ સુધી ઐતિહાસિક શોભાયાત્રાના હજારો લોકો સાક્ષી બન્યા હતા.. ગામે ગામ અને દેશ વિદેશથી પધારેલ બહોળી સંખ્યામાં જ્ઞાતિજજનો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા.. આસપાસનો વિસ્તાર માં ઉમા ના જયઘોષ સાથે ગાજી ઉઠ્યો હતો..

       હરિહર પરંપરા જેવી વિવિધ ઝાંખીઓ , હાથી સંઘ પાલખી યાત્રા જેવી વિવિધ સામાજિક મેસેજીક સોભાયાત્રા માં ભાઈઓ – બહેનો , યુવાનો રીતસરમાં ઝૂમી ઉઠ્યા હતા.. હાથી પાલખી તો જાણે રાજા રજવાડા સમય ઉજવાતા ઉત્સવો ની યાદ અપાવી હતી..

    સમાજના , સંસ્થાના આગેવાનો , હોદેદારો , રાજકીય અને સામાજિક આગેવાનો સંગાથે યુવાનો નો ઉત્સાહ વધારવા યુવાસંઘ , યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન સંગાથે કચ્છ રીજીયન, માં ઉમા પ્રત્યે આસ્થાવાન ભાવિક ભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા..

‘ જય હો ‘

✍️ મનોજ વાઘાણી ( મૂછાળા)

પ્રવકતા, યુવાસંઘ કચ્છ રિજીયન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *