90ના દાયકામાં જન્મેલ પેઢી કદાચ દ્વિ “સનાતની શતાબ્દી મહોત્સવમાં ” જીવંત હોય એવા કદાચ કિસ્મતે જૂજ લોકો હશે..!! પણ જ્યારે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં ઉમિયાજીની અસીમ કૃપા થી 11,12,13,14 મે 2023 મહિનામાં શ્રી સમાજ , યુવાસંઘ અને મહિલા સંઘ 6 ઠું અધિવેશન એટલે કે કરાચી થી કચ્છ મહી ” સનાતની શતાબ્દી મહોત્સવની ” નખત્રાણા મધ્યે ઉજવણી કરશે અને આપણે સૌ તેના સાક્ષી બનશું, એ રૂડો અવસર ને સફળ બનાવવા માટે છેલ્લા 20એક દિવસથી પશ્ચિમ કચ્છ ઝોન સમાજ, યુવાસંઘ કચ્છ રીજીયન અને મહિલા સંઘની સફળ સંપર્ક યાત્રા…..
ખેડૂત વર્ગની રાયડા ની કટિંગ સીઝન , મજૂરો મળવા એ મુશ્કેલ છે. અને ઉપરથી વરસાદી માહોલ વચ્ચે પણ સમાજનો જ્યાં સાદ પડ્યો છે ત્યારે ચિંતા ની જગ્યાએ સમાજ્જનો ના ચહેરા પર ચમક જોવા મળી છે.. ગામે ગામથી મળતો બહોળો પ્રતિસાદ..
આ પેઢી….
ખાણીપીણી બદલાઈ છે. સાથે આજે 60એક વર્ષ ઉપરની ઉંમર લોકો ને એક લોટરી સમાન ( ઈશ્વર ની કૃપા સમાન ) લાગી રહી છે. મતલબ ઉમર નાની થતી જાય એ જોતાં 60 , 70ના દાયકામાં જન્મેલ વડીલો , 80 અને 90 ના દાયકા અમારા જેવા યુવાનો માટે સનાતની શતાબ્દી મહોત્સવ એક ઐતિહસિક ઉત્સવ છે. કારણે દ્રી – શતાબ્દી મહોત્સવમાં સમાજ જ્યારે ઉજવશે ત્યારે આ પેઢી ના લોકો કદાચ ઝલક જોવા નહિ મળે…
Vidio નિહાળવા માટે
સફળ સંપર્કયાત્રા..
સનાતની શતાબ્દી મહોત્સવને આમ જોઈએ તો એકાદ મહિનો જ બાકી છે એવું કહી શકાય.. અત્યારથી જ તૈયારીઓ ફૂલ જોશ સાથે ચાલુ છે. નખત્રાણા મધ્યે કાર્યકર્તાઓ દિવસ રાત એક કરીને વિવિધ 36એક સમિતિની રચના કરીને તેમના કાર્ય અંગે થીમ લીડર ને માહિતગાર કરી રહ્યા છે.. સનાતની શતાબ્દી મહોત્સવ ને સફળ બનાવવા અને અતિથિ દેવો ભવ સૂત્ર ને સાર્થક કરવા હેતુ પશ્ચિમ કચ્છ ઝોન સમાજ , યુવાસંઘ કચ્છ રિજીયન સાથે મહિલા સંઘ
ગામ વિરાણી મોટી જતાવિરા , સુખપર , કોટડા , દેવિસર, નખત્રાણા મધ્યે ( દક્ષિણ વિભાગ , નવાવાસ , સત્યનારાયણ અને પશ્ચિમ વિભાગ સમાજ ) વિથોણ, થરાવડા, ભડલી , આણંદસર , દેવપર , સાયરા , આણંદપર , પલીવાડ , નાના અંગિયા , સાંગનારા , નાગલપર, રામપર , નારણપર , કંડાય વગેરે ગામો માં છેલ્લા 15 દિવસથી સંપર્ક યાત્રા કરીને સૌ સમાજજનો ને માહિતગાર કર્યા હતા.. આ નજદીકના 25એક ગામડાની વિશેષ જવાબદારી હેતુ આ સંપર્ક યાત્રા દરમિયાન પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો..
કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ દીવાણી એ ભૂમિદાનમાં તેમજ રદ્દી થી સમૃદ્ધિ માં તન મન ધન થી સહયોગ આપવા અપીલ કરેલ અતિથિ દેવો ભવની વિસ્તૃત માહિતી ઝોન ના કર્ણધારોમાં છગનભાઈ ધનાણી , શાંતિલાલ નાકરાણી , નરશીભાઈ પોકાર અને અતિથિ દેવો ભવના કનવીનર લધારામભાઈ લીંબાણી તો યુવાસંધના કર્ણધારો એ “સનાતની સૈનિક ” એટલે પ્રોગ્રામ દરમિયાન વિવિધ સમિતિમાં યુવાનો ની ખાસ જરૂર પડશે અને આ ઉત્સવ યાદગાર કેમ બને તેની આછેરી રૂપરેખા આપી હતી..
સતત પ્રયત્નશિલ…
આ સંપર્ક યાત્રાને સફળ બનાવવા માટે છેલ્લા 20દિવસ થી 18 કલાક સુધી સતત સમયદાન આપીને ઉપર જણાવેલ ગામડાઓમાં સમાજ જનો ને માહિતગાર કર્યા હતા પશ્ચિમ ઝોન સમાજના કર્ણધારોમાં રત્નશીભાઈ લિંબાણી , છગનભાઈ ધનાણી , ધીરજભાઈ ભગત , નરશીભાઈ પોકાર , શાંતિલાલ નાકરાણી, ઝવેરભાઈ કેશરાણી , કિશોરભાઈ નાયાણી , યુવાસંઘ કચ્છ રિજીયન ના મિશન ચેરમેન હસમુખ નાકરાણી , ચેરમેન શાંતિલાલ નાયાણી, રાજેશભાઈ સાંખલાં , તુલશિભાઈ લીંબાણી, નીતિન ભાદાણી અને મહિલા સંઘના કર્ણધારોમાં , ઊર્મિલાબેન ડાયાણી , ભગવતીબેન પાંચાણી , ગંગાબેન રામાણી , ગંગાબેન ઘોળું વગેરે છેલ્લા 20એક દિવસથી સતત સંપર્કયાત્રા થકી પોતાની સેવાઓ આપી રહ્યા છે.
” જય હો “
મનોજ વાઘાણી ( મૂછાળા)
પ્રવકતા ,યુવાસંઘ કચ્છ રિજીયન
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…