#EkZalak460. લગાતાર ચોથા વર્ષે ચક્રફેકમાં ચેમ્પિયન અને ગોળાફેકમાં ‘ગબ્બર’ પ્રદર્શન કર્યું ‘જબ્બર’ એવી આવી રહી છે ‘ખબર’ (કચ્છ જિલ્લામાં નંબર 1) અંગીયાના રમેશ નરસીભાઈ માવાણીને અભિનંદન અને રાજ્ય માટે All the best 💐💐💐💐👌👌👌

     2005 માં કુદરતે બાઇક એક્સિડન્ટમાં છીનવેલો ડાબો હાથથી એક સમયે હતાશ રમેશે લગાતાર છેલ્લા ચાર વર્ષેથી રાઈટ હેન્ડથી જે પ્રદર્શન કરી રંગ રાખ્યો છે.એ ખરેખર પ્રશંસનીય છે..!!Tally સોફ્ટવેરમાં જેમ અંતે જમા અને ઉધારની ફિગર એક સરખી મળવી જોઈએ તેમ કુદરતે છીનવેલો લેફ્ટ હેન્ડનો હિસાબ કદાચ આવા રમતના ક્ષેત્રમાં રાઈટ હેન્ડથી મોકા આપીને બધું રાઈટ-રાઈટ કરીને સરભર કરતા હશે..!!એવી એની સફળતા જોઈને,રમેશનો હરખ જોઈને અંદાઝ આવે છે ..!!

    2016-17-18 અને ચાલુ વર્ષ 2019માં 2 ડિસેમ્બરના રોજ માધાપર ક્રિષ્ના ગ્રાઉન્ડમાં યોજાયેલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને એમ ચાર વર્ષથી દિવ્યાંગ વિભાગના ગોળાફેક અને ચક્રફેક કોમ્પિટિશનમાં કચ્છ જિલ્લામાં નંબર 1 નું સર્ટિફિકેટ હાસિલ કર્યું છે.અને આવનાર સમયમાં રાજ્યમાં રંગ રાખે તેવી સર્વે ઉમીદ કરી રહ્યા છે.

‘જય હો’

તસ્વીર સેન્ડર…
ગિરધર ગોપાલ..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *