વિશ્વાસ ન હતો કે આટલી જલ્દી રિકવરી આવશે..!
કાળી ચૌદશના રોજ આ ગૌ વંશને ભારે મહેનત બાદ સેવાભાવી ટીમ મિત્રોએ ટ્રીટમેન્ટ માટે વરંડામાં પૂર્યો હતો.. *મોઢે રૂમાલ બાંધવું પડે એવી હાલત તેના બાજુમાં ઉભા રહેતા ત્યારે થતી..* ડો. ભરતભાઈ દેસાઈએ ટ્રીટમેન્ટ દરમિયાન કહેલું કે આંને તો અંદાઝે રિકવરી આવતા બહુ ટાઈમ લાગશે.. 12 ઇંચ જેવો ખાડો પડી ગયો છે અને કીડાઓ એ મોટા ભાગે ડેમેજ કરી મુક્યો છે. નઝરે જોતા જ એવું લાગ્યું કે આને તો અહિંસાધામ – પ્રાગપર (મુન્દ્રા ) ઓપરેશન માટે મોકલવો પડશે.. પણ અઘરું લાગતું કામ ને આસાનીથી પાર પાડતા અંગીયાના સેવાભાવી મિત્રોમાં સતિષભાઇ , નારણભાઇ , હિતેશભાઈ, મણીભાઈ સહિતના લોકોએ કહ્યું કે આને આપણે જાતે જ રિકવર કરીશું..
નારણભાઇ ડાયાણી , હિતેશભાઈ શિવદાસભાઈ મેઘાણી , સતીશભાઈ વાઘાણી , મિતેશભાઈ સુથાર , ભરત કેશરાણીએ ત્રણ ટાઈમ ચરાપાણી સાથે જાતે ડ્રેસિંગ કર્યું હતું.. અને રાત્રી દરમિયાન *પુરી સેવાભાવીઓની ટીમ સ્થળ પર નિરીક્ષણ કરતી…* આ ભાઈઓ એ કરેલ ચાકરી અને દાતા પરિવારના સહયોગ થકી માત્ર 28 દિવસમાં જ વિશ્વાસ ન આવે એવો કેશ રિકવર કરી ગયાનો આનંદ દાતા પરિવાર સાથે સેવાભાવી ટિમ ને છે..
ટ્રીટમેન્ટ દરમિયાનની આછેરી વિડિઓ ઝલક….
‘જય હો’
ફોટો ક્લિક..
ભાવેશ ચોપરા , મિતેષ સુથાર
બંટી કેશરાણી , કપિલ પારસિયા
સતીશ પૂંજાણી..
મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…