🔷 ઉમદા વિચાર…

મુછું ના માંડ હજુ દોરા ફૂટે છે, એવા મખમલી અને મુલાયમ હેન્ડસમ બોય અને પોતાને યુવાન કહેવાની ધાર પર ઉભેલા અમારા સમાજનું ઉભરતું યુવાધન એ,  ઉપસ્થિત સૌ કોઈને તાળીઓ પાડવા મજબૂર કરી મુક્યા..!

  અમને મળેલ 5,500/-રૂપિયા તો હમણાં જ હોટલમાં જશું , પાર્ટી કરશુ , ક્યાં ફરવા જઈને મોજશોખ કરશું તો ફૂંક ભેગા ઉડી જશે.. હાલ કચ્છમાં ચારેકોર લમ્પી વાઇરસથી પીડાતી ગાયોની સારવાર માટે હજારો દાતા પરિવારો આગળ આવી રહ્યા છે. 

ભગવાન લક્ષ્મીનારાયણની દયા થી અમારા માતા – પિતાએ અમને પોકેટ મની આપવામાં ક્યારેય ના નથી પાડતા. (જલશો જ કરાવે છે) જો ઉપરવાળા અમારા ઉપર આટલા મહેરબાન હોય અને અહીં ગૌ – માતા જો ભયંકર બીમારી થી પીડાતી હોય , અને આવા કપરા સમયમાં અમે પાછા પડીએ તો અમે ભાઈ અંગીયાના ન કહેવાઇ એ..!!

સમાજે , માતા- પિતા એ અને વડીલો એ અમને સંકટ સમયે મદદરૂપ થવા સૌ થી આગળ રહેવું તેવા સંસ્કાર આપ્યા છે. તો ભાઈ અમને મટકીમાં મળેલ 5,500/- રૂપિયા ગાયની સારવાર અર્થે દાનમાં આપી દેવા છે..

આ ઉમદા અને હ્ર્દયને કનેક્ટ થતો વિચાર મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજએ વધાવી લીધો હતો..

🔷 માત્ર 5 મિનિટ અને 5,500ની રાશિ જીતેલા..

નાના અંગીયાના પાટીદાર સમાજવાડી (લાઈબ્રેરી) પાસે લક્ષ્મીનારાયણ સમાજની સાતમ - આઠમ ઉજવણી પ્રસંગે *માખણચોર અને નટખટ કાનુડો* ગ્રુપ વચ્ચે મટકી ફોડની ટોસ યુવક મંડળના પ્રમુખશ્રી 'અરવિંદ રામજીભાઈ શીવજીયાણીએ' કરી હતી.. જેમાં નટખટ કાનુડો ગ્રુપ એ ટોસ જીતી ને , મન મોટું રાખીને માખણચોર - નિલ શીવજીયાણી ગ્રૂપને આમંત્રણ આપ્યું હતું.
  માત્ર 5 મિનિટ જેવા નજીવા સમયમાં 15 થી 20 યુવાનીયા નું આ માખણચોર ગ્રુપ એ પ્રથમ પ્રયાસમાં જ  મટકી સુધી પૉહચવામાં કામયાબ થયા હતા અને દીપ ઈશ્વરભાઈ પારસિયાએ મટકી ફોડી ને સ્માજ્જનો ની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં સેલિબ્રેશન કર્યું હતું.. અને 5 મિનિટમાં જીતેલા 5,500/- રૂપિયા લમ્પી વાઇરસથી પીડાતી ગાયોની સારવાર અર્થે દાનમાં માખણચોર ગ્રુપ - નાના અંગીયા એ આપ્યા હતા તેની આછેરી ઝલક આપ સમક્ષ...

‘જય હો’

ફોટો ક્લિક…
દેવાંસ પારસિયા..

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
નાના અંગીયા – 9601799904..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *