#EkZalak475…. ગામ દેવીસરથી અનેક ડુંગરો સર કરવાનું જેમનું લક્ષ્ય તે આઈસ વચ્ચે આજકાલ આનંદ.. સાચા અર્થમાં જીવનના પ્રવાસનો બેહદ લુપ્ત ઉઠાવતો ”આનંદ”
(દુનિયાનું સૌથી ટોચનું શિખર માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટરની ઊંચાઈએ થી સેલ્ફી લેવાનું ગામ દેવીસરના આનંદ લીંબાણીનું સપનું)
ખારાશ પકડતી અને પથ્થરાળ જમીન પર પાકને લીલોછમ લહેરાતો જોવા,પરોઢિયે સુધી 500 ફૂટ પાતાળ માંથી પાણી ખેંચીને પાણી વાળવું પડે…!!ઉભા પાકને રાત્રીના રોઝડા,જંગલી જાનવરોથી બચાવવા ઉજાગરાએ કરવા પડે ત્યારે બે પાંદડે થવાય ને બે પાંદડા મોલમાં દેખાય..!!ખેતી કરવીએ ખંતિલાને મહેનતી માણસનું કામ છે.બદલાતું હવામાન,પાકમાં રોગચાળો,જમીનની ગુણવત્તાની ઘટ,પાણીમાં ખારાશ,મોંઘાદાટ ખાતર-દવાઓ અને બજારમાં માલના પૂરતા ભાવ નહીં ત્યારે માણસ માનસિક રીતે અને શારીરિક રીતે થાકે એ સ્વાભાવિક છે.ધીણોઘરના ડુંગરના તળેટી અને સીમની ડાળીઓ વચ્ચે ખટુંમડું બોર ખાવાની મઝા છે પણ એનો ઠડીયો જેટલો મજબૂત એવો જ મનથી મજબૂત ”આનંદ’ છે.થાક્યાપાકયાનો વિસામો રૂપી આશાનું કિરણ આનંદએ શોધી કાઢ્યું છે.બસ એ છે હિમાલયનો પ્રવાસ…(પંદરેક દિવસના આ હિમાલય પ્રવાસમાં આખા વર્ષનો થાક ઉતારી મૂકે)
સ્વભાવે સરળ અને નિખાલસ,તમામની સલાહ લે અને સૌનું સાંભળે પણ છેવટે નિર્ણય પોતાનો લે એજ બરફમાં શિયાળો માણે..!!10 ડિગ્રી તાપમાનમાંએ આપણે ત્યાં શરીરે બે સ્વેટર,હાથ અને પગમાં મોજાને ઉપર વાંદરી ટોપો પહેરીને તડકામાં ઉભા-ઉભા ધ્રુજતા બાજુમાં ભાઈને કહીએ કે આજે જલાતી નથી ને ટાઢ..??નક્કી કાશ્મીરમાં બરફ પડ્યો લાગે છે.બસ એજ માઇનસ -10 ડિગ્રી જ્યાં અત્ર-તત્ર અને સર્વત્ર જોવો ત્યાં બરફ-બરફ અને બરફ ત્યાં ઝીરો એડવેન્ચર કંપની આનંદ જેવા મક્કમ મન ના માણસોને બર્ફીલા પહાડો પર પર્વતારોહણ કરાવે છે..હિમાલયના કલાકોમાં બદલાતા હવામાન અને હિમવર્ષા,બર્ફીલા ઠંડા પવનો સામે કેમ ટકી રહેવું એની તાલીમ સાથે ત્યાંજ દિવસ રાત બરફ વચ્ચે કેમ્પ બનાવવામાં આવે છે…
નખત્રાણા તાલુકાના નાનકડું ગામ દેવીસર જેમાં પાટીદારોની મોટાભાગની વસ્તી ગુણાતીતપુર (ભચાઉ) તેમજ આઉટઓફ કચ્છ અને ભારતના અન્ય રાજ્યોમાં છે.તેમાં સ્થાનિકોમાં ખેતીના વ્યવસાયથી સંકળાયેલ આ કચ્છીમાડું આનંદ લીંબાણી વિશ્વના ટોચના શિખરો સર કરવાનું અને તે પોઇન્ટ પર સેલ્ફી લેવવવાનું સપનું સેવવીને બેઠો છે.દર વર્ષ આવા એડવેન્ચર કેમ્પો દ્વારા પોતાના સપના નજદીક અને શિખરો સર કરી રહ્યો છે..
સાગરને મળનારી અનેક જાણીતી નદીઓનો પિતા, થાક્યાપકયા નો વિસામો,મેડિટેશન નું ખરું સ્ટેશન,તપસ્વીની તપોભૂમિ,મહાદેવનું ધામ,વર્ષોથી પોતાની જગ્યાએ અડીખમને બર્ફીલી ચાદર ઓઢીને બેઠેલોને આ લોકનું સ્વર્ગ એટલે હિમાલય…
ટેકરી થી ટોચ સુધી ‘આનંદ’ છવાયેલો રહે એવી કેદારનાથને પ્રાર્થના..
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904