#EkZalak562… ધીર્ણોધર પર ધીમીધારે મિત્રો સાથેની મોસમી મઝા. વહેલી સવારે વાદળો સાથે વાતોમાં મશગુલ ધીર્ણોધર ડુંગર પરનો નઝારો જાણે તમને કાશ્મીરની બર્ફીલી વાદીઓ પર હોવાનો અનુભૂતિ અને અહેસાસ કરાવે..!! (8 મિનિટની વરસાદી વિડિઓ ઝલક..) Dhirnodhar Hils Kutch
🔷 10 ફૂટ આગળ જોવું અશક્ય બન્યું..!
સવારે 6.30 કલાકે ધીર્ણોઘર તળેટી પર પોહચતા જ વાતાવરણ જોઇ ને જ મજજો પડી ગયો..! ગાડી પર ઉતરતા જ બધા મિત્રો વાહ બોલી ઉઠ્યા..!દરરોજ 20એક કિલોમીટર દૂર અમારા ગામડેથી જોતા ધીર્ણોઘરને રવિવારે નજદીક થી અલગ અંદાઝમાં જોયો.. વાદળો એ ધીર્ણોઘર ડુંગર પર વિસામો લીધો હોય એવું અદભૂત દ્રશ્યના અમે લોકો સાક્ષી બન્યા..
🔷 વન વિભાગ દ્વારા નોટિસ બોર્ડ..
પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા તળેટી પર ડુંગર પર પ્રવેશતા જ જમણી બાજુએ નોટિસ બોર્ડ અને તેમાં ખ્યાલ રાખવા જેવી બાબતો…
સવારે વહેલા ઉઠવામાં અનેક ફાયદાઓ રહેલા છે એ વાત સાચી પણ એમાંયે ટ્રેકરો માટે તો આવું વરસાદી વાતાવરણ એક કુદરતે આપેલી ‘તક’ સમાન ગણાય.ઘણીવાર એવું બનતું હોય કે પ્રકૃતિપ્રેમી લોકો વહેલી સવારે લટાર મારતા હોય અને સમય મર્યાદિત હોવાને કારણે રવિવાર જેવી રખડપટ્ટી કરી શકતા નથી.મતલબ ટાઇમની મોકળાશ હોતી નથી અને સવારપોરમાં સર્જતાં કુદરતના કરિશ્માઈ નઝારા નઝર સામે જોવાનું ચુકાઈ જવાતા હોય છે.ત્યારે ગત રવિવારે પ્રકૃતિપ્રેમીને અને ટ્રેકરોને મોશમી મઝાની તક સાંપડી હતી..
આ વિસ્તારમાં વરસાદની શરૂઆત સારી થઈ હતી અને ઘાસ પણ સારી એવી સાઇઝનો થતા સમગ્ર વિસ્તાર લીલોછમ થયો હતો પણ શ્રાવણમાં જોઈતો મેઘ ન વરસતા ઘાસ સુકાવા લાગ્યુ હતું પણ હાલના સમયમાં સારો એવો વરસાદ થતાં અગામી સપ્તાહમાં ફરી પાછો આસપાસ નો વિસ્તાર અને ડુંગર પરની ઝાડીઓ અને ઝાડ પર નવી લીલુડી કૂપણ ફૂટશે..
રણ બાજુથી આવતા પવનોમાં ખારાશ, 45 ડીગ્રી બાળી મૂકે એવું તાપમાન અને કચ્છમાં વહેલી સવારે ઝાકળોનો મારો તેમજ વર્ષોથી વરસાદ સામે બાથ ભિન્નનાર અડીખમ એવો લોખડી વિજપોલ પણ કેવો સમય જતાં લાચાર બન્યો છે..
સામાન્ય આવા દ્રશ્યો સાપુતારા જેવા હિલસ્ટેશન પર જોવા મળે છે.પણ કચ્છમાં જો સારો એવો વરસાદ થાય તો કુદરતે અહીં પણ છુટા હાથે સૌંદર્ય વેર્યું જ છે..! સદી ના મહાનાયક અભિતાભ બચ્ચન કાંઈ એમ જ થોડીના કીધું છે..! કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા..
આ તપોભૂમિ ની તાકાત તો છે જ..! પોહચ્યા પછી અલગ અહેસાસ અને તમારા થાક ને જાણે દાદાની શક્તિ જ થકવી મુક્તિ હોય..
જોરદાર જમાવટ